ગુરુવાર, 25 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. આંતરરાષ્ટ્રીય
Written By
Last Modified: પેરિસ , મંગળવાર, 24 માર્ચ 2015 (17:39 IST)

જર્મન વિંગ્સનું વિમાન ફ્રાંસમાં દુર્ઘટનાગ્ર્સ્ત -148ના મોતની આશંકા

ફ્રાંસમાં આજે મોટી વિમાન દુર્ઘટના બની હતી એરબસ 320 દુર્ઘટનાનો શિકાર બન્યું હતું . આ વિમાનમાં 1 48 લોકો મુસાફરી કરી રહ્યા હતા. જર્મા વિમાનમાં 148 લોકો મુસાફરી કરી રહ્યા હતા. જર્મન વિંગ્સ એર્લાઈંસનું આ વિમાન દક્ષિણ ફ્રાંસમાં દુર્ઘટના ગ્રસ્ત થયું હતું. 
 
સ્થાનિક અધિકારીઓએ વિમાન તૂટી પડ્યું હોવાનું પુષ્ટિ કરી હતી. જોકે વિમાનમાં કેટલાં મુસાફરો હતી. તેની સંખ્યા જાણવા મળી નથી. પરંતુ એક અંદાજ મુજબ વિમાન આશરે 150 લોકો હતા. 
 
સામચાર એજંસી રોઈટ્ર્સના જણાવ્યા મુજબ વિમાનમાં 142 મુસાફરો ઉપરાંત ચાલક દળના છ સભ્યો પણ હતા. આ વિમાન સ્પેનના બાર્સિલોનાથી જર્મનીન ડ્રસલડોર્ફ જઈ રહ્યું હતું. 
 
જર્મન વિંગ્સ જર્મનીની લો કોસ્ટ એરલાઈંસ છે.