શનિવાર, 20 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. આંતરરાષ્ટ્રીય
Written By
Last Modified: નવી દિલ્હી. , શુક્રવાર, 19 ડિસેમ્બર 2014 (11:51 IST)

જેલમાંથી નહી છુટે આતંકી લખવી.. ભારતના વિરોધ પછી પાકિસ્તાને બીજા કેસમાં કરી ધરપકડ

મુંબઈ હુમલાના આરોપી લશ્કર-એ-તૈયબાના પાકિસ્તાની આતંકવાદી જકી ઉર રહેમાન લખવી હવે જેલમાંથી નહી છૂટે. ગઈકાલે પાકિસ્તાનની આતંકવાદ નિરોધી કોર્ટે લખવીને જામીન આપી હતી. પણ લખવીની જામીન પર ભારતના વિરોધ પછી પાકિસ્તાનના લખવીની ફરીથી ધરપકડમાં લઈ લીધા છે. 
 
કાયદા વ્યવસ્થાની આડમાં લખવી પર શાંતિ ભંગ કરવાના આરોપમાં નવી ધારા લગાવવામાં આવી છે અને લખવીને જેલમાં જ મુકવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. પાકિસ્તાન સરકાર તેમની જામીન વિરુદ્ધ હાઈકોર્ટમાં અપીલ કરવાનો પણ નિર્ણય કર્યો છે.  
  
26/11 મુંબઈ હુમલાના માસ્ટરમાઈંડ જકીઉર રહેમાન લખવીને 5 લાખના જામિનખત પર પાકિસ્તાનમાં ગઈકાલે જામીન મળી ગઈ  હતી.  જકીઉરને જામીન મળવા પાછળ પાકિસ્તાન સરકારના વકીલના કોર્ટમાં સમય પર ન પહોંચી શકવુ માનવામાં આવી રહ્યુ છે. જેને કારણે લખવીને જામીન આપવામાં આવી હતી. 
 
લખવીને મળેલ જામીન પર ભારતના ગૃહ મંત્રી રાજનાથ સિંહે સખત વાંધો ઉઠાવ્યો હતો. તેમનુ કહેવુ હતુ કે યોગ્ય રીતે પેરવી ન કરવાથી તેને છોડી દીધો છે. રાજનાથ સિંહે કહ્યુ કે તે ઈચ્છે છે કે પાકિસ્તાન આ જામીન પર હાઈકોર્ટમાં ચેલેંજ કરે.