મંગળવાર, 23 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. આંતરરાષ્ટ્રીય
Written By વાર્તા|
Last Modified: ગુરુવાર, 10 જાન્યુઆરી 2008 (11:28 IST)

પરમાણુ કરાર પ્રયત્નોને આંચકો

વોશિગ્ટન(વાર્તા) 23 દેશોની 130થી પણ વધુ વિશેષજ્ઞો અને બિનસરકારી સંગઠનોએ ભારત-અમેરિકા પરમાણુ કરારની આલોચના કરતા કહ્યુ કે આનાથી ભારતની વર્તમાન વૈશ્વિક પરમાણુ વેપાર માનકોમાં છૂટ મળશે અને પરમાણુ અપ્રસાર વ્યવસ્થા અને પરમાણુ નિરસ્ત્રીકરણના પ્રયત્નોને આંચકો લાગશે.

આ વિશેષજ્ઞો અને બિનસરકારી સંગઠનોએ લગભગ 50 દેશોની સરકારોને આ અઠવાડિયે મોકલેલા એક પત્રમાં ભારત-અમેરિકા પરમાણુ કરારને અસ્તિત્વમાં આવવાથી રોકવાને માટે સક્રિય ભૂમિકા ભજવવાનુ આશ્વાસન આપ્યુ છે.

તેમની દલીલ છે કે આ કરારના અમલમાં આવવાથી પરમાણુ સુરક્ષા વ્યવસ્થા વધુ નબળી પડશે અને પરમાણુ શસ્ત્ર બનાવવામાં કામમાં આવનારી તકનીકના પ્રસારણને રોકવાના પ્રયત્નોને આંચકો લાગશે. સાથે જ આનાથી ભારતના પરમાણુ હથિયારોના ભંડારમાં વધારો થશે.

આ પત્રને એક આંતરરાષ્ટ્રીય અપીલ બતાવતા કહ્યુ કે સરકારો પાસેથી ભારતની સાથે પરમાણુ વેપાર પર વધુ શરતો અને પાબંદી લગાડવાનો આગ્રહ કહ્યો છે. જેનાથી ભારતની વર્તમાન પરમાણુ સુરક્ષા ઉપાયો સિવાય કોઈ વિશેષ છૂટ આપવાનો પૂરા જોશ સાથે વિરોધ કરવાની અપેક્ષા સરકારોને કરવામાં આવી છે.

અપીલમાં કહેવામાં આવ્યુ છે કે પરમાણુ આપૂર્તિ કરનારા દેશોના સમૂહના સભ્યોને કોઈપણ હાલતમાં ભારતને પ્લૂટોનિયમ પ્રસંસ્કરણ, યૂરેનિયમ સંવર્દ્ધન અને મોટા પાયાની જળ ઉત્પાદન તકનીકને સોંપવી ન જોઈએ, જેનો ઉપયોગ પરમાણુ શસ્ત્ર બનાવવામાં થઈ શકે છે.