ગુરુવાર, 18 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. આંતરરાષ્ટ્રીય
Written By
Last Modified: લાહોર: , સોમવાર, 28 માર્ચ 2016 (10:32 IST)

પાકિસ્તાન - લાહોરના એક પાર્કમાં બ્લાસ્ટ થતાં 65ના મોત

રવિવારે રાત્રે લાહોરના એક પાર્કમાં બ્લાસ્ટ થતાં 65ના મોત થયા છે, જ્યારે 300થી વધારે ઘાયલ થયા છે.લાહોરના જાણીતા ગુલશન-એ-ઈકબાલ પાર્ક ખાતે ખ્રિસ્તીઓના એક ઊજવણી સમારંભ માટે લોકો મોટી સંખ્યામાં એકત્ર થયા હતા ત્યારે સાંજે લગભગ 6.40 વાગ્યે ગ્રેટ-ઇક્બાર શહેરના ગુલશન એ ઇકબાલ પાર્કમાં જબ્બર ધડાકો સંભળાયો.  એક સુસાઈડ બોમ્બરે આ હુમલો કર્યો હતો. આ ઘટનામાં મૃત્યુ પામેલાઓમાં સૌથી વધુ મહિલાઓ અને બાળકો છે. ચારે તરફ શરીરના લોચે લોચા  લોહીના ખાબોચિયા, મોટી સંખ્યમાં મહિલાઓ-બાળકોના ફુરચા ઉડી ગયા  આ હુમલાની જવાબદારી પાકિસ્તાન તાલિબાને સ્વીકારી છે. આ હુમલામાં ખ્રિસ્તીઓને ટાર્ગેટ કરવામાં આવ્યા હતા.  

આ આત્મઘાતી હુમલો ગુલશન-એ-ઈકબાલ પાર્કના પાર્કીંગ એરિયામાં થયો હતો, જે બાળકોના રમવાની જગ્યાથી નજીક છે. આ પાર્ક લહોરના ખ્રિસ્તી સમુદાય માટે ખાસ જગ્યા છે. રવિવારે ઘણા લોકો આ પાર્કમાં ઈસ્ટર મનાવવા ગયા હતા.

 લાહોર બોમ્બ વિસ્ફોટના સમાચાર જાણ્યા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પાકિસ્તાનના વડાપ્રધાન નવાઝ શરીફને ફોન કર્યો હતો અને દુઃખ વ્યક્ત કર્યું હતું. મોદીએ ટ્વીટ કરીને પણ આ હુમલાને વખોડી કાઢ્યો છે અને કહ્યું છે કે મૃતકોનાં સ્વજનો પ્રતિ પોતે દિલસોજી વ્યક્ત કરે છે તથા ઘાયલ વ્યક્તિઓ જલદી સાજા થઈ જાય એવી પ્રાર્થના કરે છે.