શનિવાર, 20 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. આંતરરાષ્ટ્રીય
Written By
Last Modified: સંયુક્ત રાષ્ટ્ર. , ગુરુવાર, 1 ઑક્ટોબર 2015 (13:34 IST)

પાકિસ્તાનને ભારતની બે-ટૂક, શરીફ પર જવાબી હુમલો, કહ્યુ - આતંકવાદ છોડો તો જ શાંતિ શક્ય

ભારતને બે ટૂક શબ્દોમાં કહ્યુ કે પાકિસ્તાન આતંકવાદનો મુખ્ય પ્રાયોજક છે અને સ્પષ્ટ કર્યુ કે શાંતિ કાશ્મીરમાંથી સેના હટાવવાથી નહી પણ પાકિસ્તાનના આતંકવાદ છોડવાથી આવશે.  કારણ કે ઈસ્લામાબાદ આતંકવાદને પોતાની શાસન નીતિના 'કાયદેસરના હથિયાર' તરીકે વાપરી રહ્યુ છે. ભારતે પાકિસ્તાનને એ પણ આગ્રહ કર્યો કે તે પાક અધિકૃત કાશ્મીરને જલ્દી ખાલી કરે.  પાકિસ્તાનના પ્રધાનમંત્રી નવાઝ શરીફ દ્વારા સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં પોતાના સંબોધનમાં કાશ્મીરનો મુદ્દો ઉઠાવવાના થોડી વાર પછી નવી દિલ્હી તરફથી આ પ્રતિક્રિયા આવી. 
 
શરીફે પોતાના સંબોધનમાં કાશ્મીર મુદ્દાનુ સમાધાન ન હોવાને વિશ્વ નિકાસની નિષ્ફળતા કરાર આપ્યો અને ભારત સાથે શાંતિ માટે ચાર સૂત્રી શાંતિ પહેલ પ્રસ્તાવિત કરી જેમા કાશ્મીરમાંથી સેના હટાવવાની વાતનો પણ સમાવેશ છે. શરીફે એ પણ કહ્યુ હતુ કે પાકિસ્તાન આતંકવાદનો મુખ્ય પીડિત છે.  
 
સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના સ્થાઈ મિશનમાં પ્રથમ સચિવ અભિષેક સિંહે મહાસભાના 70માં સત્રની સામાન્ય ચર્ચા દરમિયાન જવાબ આપવાનો અધિકારનો ઉપયોગ કરતા કહ્યુ, 'હકીકતમાં પાકિસ્તાન આતંકવાદને ઉછેરવા અને પ્રાયોજીત કરવાની પોતાની ખુદની નીતિઓની શિકાર થઈ ગયુ છે.  મામલાના કેન્દ્રબિંદુમાં એક એવો દેશ છે જે આતંકવાદનો ઉપયોગ શાસન નીતિના કાયદેસરના હથિયારના રૂપમાં કરે છે.  તેમણે કહ્યુ કે વિશ્વ ચિંતાના રૂપમાં જુએ છે કારણ કે આનુ પરિણામ તેના તત્કાલિન પડોશી દેશ સુધી ફેલાય ચુક્યુ છે.