મંગળવાર, 23 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. આંતરરાષ્ટ્રીય
Written By ટોકિયો|
Last Modified: શુક્રવાર, 9 ઑક્ટોબર 2015 (17:11 IST)

ફોર્બસ એશિયન અબજોપતિની યાદીમાં અંબાણી પરિવાત ત્રીજા સ્થાને

ફોર્બ્સ એશિયાએ પહેલી જ વાર એશિય આના ટોચના 50 બિઝનેસ ઘરાણાના રેંકિંગ જાહેર કર્યા છે. આ યાદીમાં 14 સ્થાન ભારતના બીઝનેસ ઘરાનાએ હાંસલ કર્યા છે. આ લીસ્ટમાં અંબાણી પરિવાર ત્રીજા સ્થાને છે. પરિવારની સંયુક્ત સંપત્તિનો આંક 21.5 અબજ ડોલર છે. અંબાણી પરિવારની સંપત્તિમાં મુકેશ અને અનિલ બન્ને ભાઈની સંપતિનો સમાવેશ કરાયો છે. આ બન્નેને તેમના પિતા ધીરુભાઈ અંબાણી તરફથી સંપત્તિ વારસામાં મળી છે , પરંતુ હવે તેમણે અલગ અલગ રીતે બિઝનેસ કરવાનું પસંદ કર્યું છે. 
 
ફોર્બ્સ એશિયાના લીસ્ટમાં વિપ્રો કંપનીના પ્રેમજી આ યાદીમાં સાતમા સ્થાને છે. તેમની કુલ સંપત્તિ 17 અબજ ડોલર છે 9માં ક્રમે 15 અબજ ડોલર છે. અંબાણી પરિવારની સંપત્તિમાં મુકેશ અને અનિલ બન્ને ભાઈની સંપત્તિનો સમાવેશ કરાયો છે. આ બન્નેને તેમના ધીરુભાઈ અંબાણી તરફથી સંપત્તિ વારવારમાં મળી છે , પરંતુ હવે તેમણે અલગ અલગ રીતે બિઝનેસ કરવાનું પસંદ કર્યું છે. 
 
ફોર્બ્સ એશિયાના લીસ્ટમાં વિપ્રો કંપનીના પ્રેમજી આ યાદીમાં સાતમા સ્થાને છે. તેમની કુલ સંપત્તિ 17 અબજ ડોલર છે. 9માં ક્રમે 15 અબજ ડોલર સાથે હિન્દુજા છે અને મિસ્ત્રી(શાપુઅરજી પલોનજી ગ્રુપ) 14.9 અબજ ડોલર સાથે દસમાં નંબરે છે. એશિયન અબજોપતિની યાદીમા ં 30મા નંબરે બર્મન પરિવાર છે તેની સંપત્તિનો આંક 5.5 અબજ ડોલર છે. આ પરિવારના આનંદ બર્મન (63) પરિવારની માલિકીના ડાબર ગ્રુપ અના નોન એક્ઝિક્યૂટિવ ચેરમેન છે. કંપનીનો ચોખ્ખો નફો 24 ગણો વધી ગયો છે. ડાબર ગ્રુપ સ્ક્રીન કેર બ્લીચીંગ અને આયુર્વેદિક શેમ્પૂથી લઈને નેચરલ ફ્રૂટ જ્યૂસ જેવી 400 વિવિધ ઉત્પાદનો બનાવે છે. 
 
આ યાદીમાં રહેલા અન્ય ભારતીય પરિવારોમાં ગોએંકા પારલે પ્રોડક્ટ્સના ચૌહાણ ડીએલએફ (સિંહ) મેરિકો મરીવાલા , બર્જર પેઈંટસ ઈંડિયા ભારત ફોર્જ (કલ્યાણી)નો પણ સમાવેશ થાય છે. 
 
 
ગોદરેજ પરિવાર (11.4 અબજ ડોલર) 15માં નંબરે મિત્ત્લ પરિવાર (10.1 અબજ ડોલર) 19માં નંબરે , બિરલા પરિવાર (7.8 અબજ ડોલર) 22માં નંબરે , બજાજ પરિવાર (5.6 અબજ ડોલર) 29મે , બર્મન પરિવાર , 30 મે પટેલ પરિવાર (કેડિલા હેલ્થકેર , 4.8 અબજ ડોલર ) 33મે , લાલ પરિવાર (આઈશર ગ્રુપ 4 અબજ ડોલર ) 40 મે , બાંગુર પરિવાર (શ્રી સીમેંટ 3.9 અબજ ડોલર 43 મે  , મુંજાલ પરિવાર (હીરો ગ્રુપ 3.2 અબજ ડોલર 46મે , હમીદ પરિવાર (સિપ્લા 2.9 અબજ ડોલર ) 50માં નંબરે છે. 
 
એશિયામાં સૌથી ધનવાન પરિવારોમાં અડધા ભાગન ચાઈનીઝ વંશના છે , પરંતુ કોઈ મેઈનલેંડ ચીનમાં સ્થાયી થયેલા નથી. 
 
સાઉથ કોરિયાનો લી પરિવાર જે સેમસંગ ગ્રુપનો માલિક છે. તે આ યાદીમાં મોખરે છે.