શનિવાર, 20 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. આંતરરાષ્ટ્રીય
Written By
Last Modified: સોમવાર, 24 નવેમ્બર 2014 (14:54 IST)

બ્રહ્મપુત્ર પર ચીનનો ડેમ તૈયાર, ભારતને સંકટ

ચીને જાહેરાત કરી છે કે જળવિદ્યુત પરિયોજના માટે બ્રહ્મપુત્ર નદી પર બાંધ બનાવવાનુ કામ પુરુ થઈ ચુક્યુ છે અને વીજળી ઉત્પાદન પણ આંશિક રૂપે શરૂ થઈ ગયુ છે. ભારત અન બાંગ્લાદેશની ચિંતાઓને વધારનારુ યારલુંગ જાંગમ પરિયોજના તિબ્બતી ક્ષેત્રમાં છે.  
 
આ પરિયોજના દ્વારા ભારત અને બાંગ્લાદેશ બંને દેશોમાં પુર અને જમીન ઢસડવા જેવી વિપદાઓનું સંકટ છે. બાંધથી ભારત અને બાંગ્લાદેશમાં આ નદી પર જળ પ્રવાહ પણ અવરોધાય શકે છે. ભારતમાં આ ચિંતા પણ વધી છે કે સંઘર્ષની સ્થિતિમાં ચીન વધુ માત્રામાં પાણી છોડી શકેક હ્હે. જેનાથી દેશમાં પૂરનું ગંભીર સંકટ ઉભુ થઈ શકે છે. 
 
દુનિયાની છત કહેવાતા તિબ્બતમાં સમુદ્ર તળેથી 3300 મીટરની ઉંચાઈ પર આવેલ જાંગમ જળ વિદ્યુત સ્ટેશનમાં વીજળી ઉત્પાદન રવિવારે શરૂ થયુ. આ પ્રથમ એકાઈ પર દોઢ અરબ ડોલર ખર્ચનુ અનુમાન છે.  અન્ય પાંચ એકમો આવતા વર્ષે પુરી થવાના છે.  
 
સરકારી સમાચાર એજંસી શિન્હુઆ મુજબ ચીનમાં યારલૂંગ જાંગપો નામથી જાણીતી આ નદી પર સ્થિત આ મોટી પરિયોજનાની કુલ વીજળી ઉત્પાદન ક્ષમતા  5,10,000 કિલોવોટ રહેશે. આને વાર્ષિક 2.5 અરબ કિલોવોટ વીજળી ઉત્પાદન ઉત્પન્ન કરાઅ માટે ડિઝાઈન કરવામાં આવ્યુ છે. 
સમાચારમાં કહેવામાં આવ્યુ છે કે જંગમ ઉપરાંત ચીન કેટલાક વધુ બાંધ પણ બની રહ્યા છે. ચીને નદી પરિયોઅજનાઓ પર ભારતની આશંકાઓને દૂર કરવાની ઈચ્છા બતાવીછે અને કહ્યુ કે તેમનો ઉદ્દેશ્ય જળ પ્રવાહ રોકવાનો નથી. 
 
ખુદ તિબ્બતમાં જ આ બાંધોને લઈને આશંકાઓ છે કારણ કે આનાથી હિમાલયી ક્ષેત્રના નાજુક પર્યાવરણ પર પ્રભાવ પડી શકે છે. વિદેશ રાજ્ય મંત્રી વીકે સિંહે અહીની પોતાની હાલિયા યાત્રા દરમિયાન કહ્યુ કે બ્રહ્મપુત્ર નદી ઘાટી ક્ષેત્ર પર એક વ્યાપક અભ્યાસ કરવામાં આવશે. 
 
અધિકારિક આંકડાઓ દ્વારા જાણ થાય છે કે તિબ્બતની પ્રતિ વ્યક્તિ વીજળીનો વપરાશ 2013માં 1000 કિલોવોટથી થોડો વધુ હતો. જે રાષ્ટ્રીય સરેરાશથી એક તૃતીયાંશ ઓછો છે. સ્ટેટ બિડ તિબ્બત ઈલેક્ટ્રિક પાવર કંપનીના લ્યૂ શ્યોમિંગે જણાવ્યુ કે આ પનવીજળી સ્ટેશન તિબ્બતની ઉર્જા કમીને દૂર કરશે.