ગુરુવાર, 18 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. આંતરરાષ્ટ્રીય
Written By ભાષા|
Last Modified: વોશિંગ્ટન , ગુરુવાર, 25 ફેબ્રુઆરી 2010 (18:31 IST)

ભારત-પાક વાર્તાના પક્ષમાં અમેરિકા : હિલેરી

ND
N.D
ભારત અને પાકિસ્તાનના વિદેશ સચિવોં વચ્ચે આજે નવી દિલ્હીમાં યોજાવા જઈ રહેલી બેઠકની સાથે જ અમેરિકી વિદેશ મંત્રી હિલેરી ક્લિંટને કહ્યું છે કે, ઓબામા પ્રશાસન બન્ને પડોશીઓ વચ્ચે પ્રત્યક્ષ વાર્તા શરૂ થવાના પક્ષમાં છે.

તેમણે કાલે કોંગ્રેસ સમિતિથી કહ્યું કે, ભારત અને પાકિસ્તાનના સંદર્ભમાં અમે પ્રત્યક્ષ વાર્તા શરૂ કરવામાં આવવાને અમે પ્રોત્સાહન આપ્યું છે જે ત્યારથી સ્થગિત છે જ્યારથી પરવેજ મુશર્રફે પદ છોડ્યું.

ભારત-પાક સંબંધો વિષે સેનેટર ગ્રેગ દ્વારા પૂછવામાં આવેલા પ્રશ્નના જવાબમાં હિલેરીએ કહ્યું કે, મુશર્રફ (ભૂતપૂર્વ પાકિસ્તાની રાષ્ટ્રપતિ) અને વડાપ્રધાન મનમોહનસિંહ વચ્ચે વાતચીત ઘણી સકારાત્મક થઈ રહી હતી પરંતુ છેલ્લા બે વર્ષથી તેમાં ઠહેરાવ આવી ગયો.

તેણે કહ્યું કે, બન્ને દેશો વાતચીત કરવા જઈ રહ્યાં છે અને અમેરિકા બન્નેની ચિંતાઓને જાણે છે તથા તેનું સમાધાન ઈચ્છે છે.