શનિવાર, 20 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. આંતરરાષ્ટ્રીય
Written By
Last Modified: બુધવાર, 20 ઑગસ્ટ 2014 (12:46 IST)

ભારત સાથે સારા સંબંધો ઈચ્છે છે પાકિસ્તાન - અબ્દુલ બાસિત

પાકિસ્તાનના રાજદૂત અબ્દુલ બાસિતે હુર્રિયત નેતાઓ સાથે મુલાકાત કર્યા બાદ આજે તેમની પ્રતિક્રિયા મીડિયા સમક્ષ આપી હતી. આજે યોજાયેલી પ્રેસ કોંફરેંસમાં તેમણે કહ્યુ હતુ કે પાકિસ્તાન શાંતિના પક્ષમાં છે. આતંકવાદથી પાકિસ્તાનને નુકશાન છે. પાકિસ્તાન આતંકવાદથી પીડિત ક હ્હે. આ ઉપરાંત તેમણે કહ્યુ કે પાકિસ્તાન તેના વચનો પર અડગ રહેશે. 
 
તેમણે કહ્યુ કે ભારત પાક વચ્ચે વાતચીત રોકવી ન જોઈએ. અમે ભારત સાથે શાંતિ સંદર્ભે ઘણા જવાબદાર સહિત બંધાયેલા છીએ. ભારત પાક વચ્ચે વાતચીત જરૂરી છે. શાંતિ માટે મળીને કામ કરવુ જરૂરી છે. 
 
ઉલ્લેખનીય છે કે 25મી ઓગસ્ટે ઈસ્લામાબાદ ખાતે ભારત પાક વચ્ચે યોજાનારી સચિવ સ્તરની બેઠક ભારતે રદ્દ કરી છે. એક તરફ પાકિસ્તાન તરફથી સતત સિઝ ફાયર ઉલ્લંઘન થઈ રહ્યુ છે. બીજી તરફ પાકિસ્તાન રાજદૂતે કાશ્મીઅના અલગાવવાદી નેતાઓને દિલ્હીમાં મળવાનુ આમંત્રણ પાઠવ્યુ હતુ. જે કારણોસર નારાજ ભારત સરકારે સચિવ સ્તરની બેઠક રદ્દ કરી હતી. જો કે અલગાવવાદી નેતાઓનો દિલ્હી ખાતે પણ વિરોધ થયો હતો જ્યારે તેઓ ગતરોજ દિલ્હી ખાતે પાકિસ્તાની રાજદૂતના નિમંત્રણ પર મળવા માટે આવ્યા હતા.