શુક્રવાર, 26 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. આંતરરાષ્ટ્રીય
Written By
Last Modified: ટોકિયો , મંગળવાર, 2 સપ્ટેમ્બર 2014 (11:41 IST)

ભારતીય સમાજમાં અહિંસાનો DNA વસેલો છે - પરમાણુ અપ્રસાર સંધિ મુદ્દે બોલ્યા મોદી

પરમાણુ અપ્રસાર સંધિ પર ભારતના હસ્તાક્ષર ન કરવાને કારણે આંતરરાષ્ટ્રીય સમુહમાં વ્યાપ્ત ચિંતા દૂર કરવાની કોશિશ કરતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મંગળવારે કહ્યુ કે શાંતિ અને અહિંસા માટે દેશની પ્રતિબદ્ધતા ભારતીય સમાજના ડીએનએમાં ઊંડે સુધી ઉતરી ગઈ છે. જે કોઈપણ આંતરરાષ્ટ્રીય સંઘિ  કે પ્રક્રિયાઓથી ખૂબ ઉપર છે. સાથે જ પીએમ મોદીએ મહિલા સશક્તીકરણ પર જોર આપતા કહ્યુ કે શિક્ષા તેમની માટે જરૂરી છે. 
 
મોદીએ અહી સૈક્રેડ હાર્ટ યુનિવર્સિટીમાં એક વિદ્યાર્થીના પ્રશ્નના જવાબમાં કહ્યુ કે ભારત ભગવાન બુદ્ધની ધરતી છે. બુદ્ધ શાંતિ માટે જીવ્યા અને હંમેશા શાંતિનો સંદેશ આપ્યો અને આ સંદેશ ભારતમાં ઊંડે સુધી ઉતરેલો છે. વાતચીત દરમિયાન તેમને પુછવામાં આવ્યુ કે પરમાણુ અપ્રસાર સંઘિ પર તમારુ વલણ બદલ્યા વગર ભારત આંતરરાષ્ટ્રીય સમુહનો વિશ્વાસ કેવી રીતે મેળવી શકશે.  પરમાણુ હથિયાર રાખવા છતા ભારત આ સંધિ પર હસ્તાક્ષર કરવાની ના પાડી ચુક્યુ છે.  
 
જાપાન દુનિયાનુ એકમાત્રે એવો દેશ છે જ્યા પરમાણુ બોમ્બ નાખવામાં આવ્યો હતો. હાલ જાપાનની યાત્રા પર આવેલ મોદીએ આ તકનો ઉપયોગ કરતા ટોકિયો સાથે અસૈન્ય પરમાણુ કરાર કરવાના પ્રયાસોની વચ્ચે આ મુદ્દા પર પોતાનો આ સંદેશ આપ્યો. ભારતે પરમાણુ અપ્રસાર સંધિ પર હસ્તાક્ષર કરવાની ના પાડી  દીધી છે કારણ કે ભારત તેને ખામીવાળુ માને છે. 
 
પ્રધાનમંત્રીએ કહ્યુ કે અહિંસા માટે ભારતની પૂર્ણ પ્રતિબદ્ધતા છે અને આ ભારતીય સમાજના ડીએનએમાં ઊંડે ઉતરેલુ છે અને આ કોઈપણ આંતરરાષ્ટ્રીય સંધિથી ખૂબ ઉપર છે. તેમનો સંદર્ભ ભારતના પરમાણુ અપ્રસાર સંધિ પર હસ્તાક્ષર કરવા તરફ હતો. મોદીએ સંધિયોથી ઉપર ઉઠવાની જરૂર પર જોર આપતા કહ્યુ કે આંતરરાષ્ટ્રીય બાબતોમાં કેટલીક પ્રક્રિયાઓ હોય છે. પણ સમાજની પ્રતિબદ્ધતા સૌથી ઉપર છે. પોતાની વાત પર જોર આપતા પ્રધનામંત્રીએ જણાવ્યુ કે મહાત્મા ગાંધીના નેતૃત્વમાં આખા સમાજની સાથે અહિંસા માટે પ્રતિબદ્ધ રહેતા ભારતે  એ રીતે સ્વતંત્રતા માટે સંઘર્ષ કર્યો કે આખી દુનિયા આશ્ચર્યચકિત રહી ગઈ. તેમણે કહ્યુ કે હજારો વર્ષથી ભારતની આસ્થા સૂત્ર વાક્ય  'વસુધૈવ કટુમ્બકમ' (આખી દુનિયા એક પરિવાર)માં રહી છે. જ્યારે આપણે આખી દુનિયાને એક પરિવાર માનીએ છીએ તો આપણે આવુ કશુ કરવા અંગે કેવી રીતે વિચારી શકીએ જેનાથી કોઈને નુકશાન થાય.  
 
ભારતે તાજેતરમાં જ આઈએઈએની સાથે હસ્તાક્ષરિત 'સુરક્ષા કરાર પર વધુ પ્રોટોકોલ' (એડીશનલ પ્રોટોકોઅલ ઓન સૈફેગાર્ડ્સ એગ્રીમેંટ)ની અભિપુષ્ટિ કરી છે. આ સંદર્ભમાં પ્રધાનમંત્રીને પુછવામાં આવ્યુ હતુ કે શુ ભારત પરમાણુ દેખરેખ એજંસીના નિરીક્ષકોને ભારતના અસૈન્ય પરમાણુ સંયંત્રોની સહેલાઈથી નિરીક્ષણની અનુમતિ આપશે. સંવાદ સત્ર દરમિયાન એક અન્ય વિદ્યાર્થીએ મોદીને પુછ્યુ કે ચીનના વિસ્તારવાદી પ્રયાસો છતા એશિયામાં શાંતિ કેવી રીતે રહી શકે  છે.  આ સવાલના જવાબમાં મોદીએ કહ્યુ કે એવુ લાગે છે તમે ચીનથી પરેશાન છો. જો કે વિદ્યાર્થીને સંબોધિત કરી રહેલ મોદીની વિચાર હતા કે વિદ્યાર્થી પત્રકારોની જેમ પ્રશ્નો પૂછી રહ્યા હતા.