શુક્રવાર, 19 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. આંતરરાષ્ટ્રીય
Written By
Last Modified: ઈસ્લામાબાદ. , બુધવાર, 17 ડિસેમ્બર 2014 (17:27 IST)

માસુમોના મોતથી શોકમાં ડુબ્યુ પાકિસ્તાન

પેશાવરમાં તાલિબાનના આત્મઘાતી હુમલામાં 141 લોકોના માર્યા ગયા પછી પાકિસ્તાન ઉંડા શોકમાં ડુબ્યુ છે. બુધવારે ત્રણ દિવસનો રાષ્ટ્રીય શોક શરૂ થઈ ગયો. 
 
દુનિયાને હલાવી નાખનારી આ ઘટનાને કારણે બધા શૈક્ષણિક સંસ્થાન બંધ રહ્યા. પેશાવર આ જ પ્રાંતની રાજધાની છે. પ્રધાનમંત્રી નવાજ શરીફ દ્વારા જાહેર ત્રણ દિવસના રાષ્ટ્રીય શોકને કારણે પાકિસ્તાનનો રાષ્ટ્રીય ધ્વજ અડધો નમાવી દેવામાં આવ્યો છે. બાકી દેશમાં મોટાભાગની શાળાઓમા સવારને સભામાં મૌન રાખવામાં આવ્યુ. 
 
ઈસ્લામાબાદ અને રાવલપિંડી સહિત વિવિધ શહેરોમાં લોકોએ હુમલાની નિંદા કરીને અને પીડિત પરિવારના લોકો પ્રત્યે એકતા વ્યક્ત કરવા માટે કેંડલ માર્ચ કાઢી. હુમલાની નિંદા કરવા માટે બધા ક્ષેત્રના લોકો એક થયા અને રાજનીતિક નેતાઓએ પણ આતંકવાદ વિરુદ્ધ ઉભા થવા માટે એકજૂટતા બતાવી.  
 
મૃતકોને દફનાવવા વીતી રાત જ શરૂ થઈ ગઈ હતી અને આ આજે પણ ચાલુ રહેશે. નમાઝ એ જનાજામાં મોટી સંખ્યામાં લોકો એકત્ર થવાની આશા છે.  હુમલાની જવાબદારી લેનારા તહરીક-એ-તાલિબાનના નિકટના સહયોગીઓએ પણ આ કૃત્યની નિંદા કરી છે. અફગાન તાલિબાનના પ્રવક્તા જબીઉલ્લા મુજાહિદે એક  નિવેદનમાં કહ્યુ કે તેના સમુહની પીડિતો પ્રત્યે સહાનુભૂતિ છે. આ આતંકવાદીઓએ પાકિસ્તાનમાં હુમલા પર વિગતમાં ક્યારેક ક્યારેક જ નિવેદન રજુ કર્યુ છે. 
 
દિલ્હી રોડ સ્થિત આરપીએસ શાળાના વિદ્યાર્થીઓએ પણ પાકિસ્તાનમાં માર્યા ગયેલા વિદ્યાર્થીઓ માટે શોક વ્યક્ત કરી તેમની આત્માની શાંતિની કામના કરી છે. આ દર્દનાક ઘટનાથી સમગ્ર શિક્ષા જગતને ઠેસ પહોંચી છે. આ ક્રમમાં એમએલપી શાળાના વિદ્યાર્થીઓએ પાકિસ્તાન આર્મી શાળામાં થયેલ આતંકી હુમલામાં નિર્દોષ માર્યા ગયેલ વિદ્યાર્થીઓની આત્મશાંતિ માટે પ્રાર્થના કરી.  સ્ટાફના સભ્યોએ પણ શોક વ્યક્ત કર્યો.