શુક્રવાર, 29 માર્ચ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. આંતરરાષ્ટ્રીય
Written By
Last Modified: મંગળવાર, 5 મે 2015 (13:08 IST)

મોદીને ચીનીઓની 'સલાહ પણ અને ચેતાવણી પણ'

ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પોતાની ચીન મુસાફરી ઠીક પહેલા ત્યાંના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ સાઈના વાઈબ્રો પર પોતાનુ એકાઉંટ ખોલ્યુ છે.  સાઈના વાઈબ્રોને ચીનના ટ્વિટરના નામથી ઓળખવામાં આવે છે. અને લગભગ વીસ કરોડ લોકો તેનો ઉપયોગ કરે છે.  મોદી 14થી 16 મે વચ્ચે ચીનની યાત્રા પર જઈ રહ્યા છે. 
 
સાઈના વાઈબ્રોના એકાઉંટ પર ચીની ભાષામાં લખેલ પોતાના પ્રથમ સંદેશમાં મોદીએ ચીનના લોકોને કહ્યુ છે કે વાઈબ્રો દ્વારા તેમની સથે સંપર્ક બનાવશે.  આ એકાઉંટને 'કનેક્ટ વિધ પીએમ નરેન્દ્ર મોદી' નામ આપવામાં આવ્યુ છે અને તેના ખુલવાના થોડાક જ કલાકની અંદર તેના 16,866 બની ગયા.  તેમનો પહેલો સંદેશ લગભગ પાંચ હજાર વાર અન્ય લોકોએ ફોરવર્ડ કર્યો છે અને દસ હજારથી વધુ લોકોએ તેને પસંદ કર્યો છે. 
 
સંબંધો સુધરશે 
 
અનેક લોકોએ મોદીના આ પગલાનું સ્વાગત કર્યુ છે અને આશા જગાવી છે કે તેનાથી બંને દેશો વચ્ચે સંબંધ સારા થશે. એક યૂઝર્સ સી કૂ જિંગિયાન કહે છે કે ભારત અને ચીન વચ્ચે સંબંધ બંને દેશોમાં ખુશી લાવશે. 
 
એક અન્ય યૂઝરે લખ્યુ છે કે પ્રધાનમંત્રી મોદી અમને આશા છેકે તમે ભારત ચીન સંબંધોમાં સકારાત્મક ઉર્જા ભરશો. જો કે કેટલાક લોકોએ આપત્તિજનક ટિપ્પણીઓના પ્રત્યે સજાગ પણ કર્યા છે. મતલબ યાન ઝાનયોંગ લખે છે, "મહેરબાની કરીને વાઈબ્રો પર ખતરનાક ટિપ્પણીઓથી ગભરાશો નહી." 
 
કેટલાક લોકોએ મોદીએ ભારતમાં મહિલાઓની સ્થિતિ સુધારવાની સલાહ આપી છે તો કેટલાકે અરુણાચલ પ્રદેશને વિવાદિત ક્ષેત્ર બતવતા ચીનનો ભગ કહ્યો છે. 
 
સાઈલેંસ વૉરિયર નામના એક વ્યક્તિ લખે છે કે દક્ષિણી તિબ્બત ચીનનો ભાગ છે અને કાશ્મીર પાકિસ્તાનનો ભાગ છે.  
 
તેમણે પોતાની ટિપ્પણી દ્વારા પ્રધાનમંત્રી મોદીને પણ એ આગ્રહ કર્યો છેકે તે બીજા દેશોનો કબજો કરેલ ભાગ પરત કરી દે. 
 
એક અન્ય વ્યક્તિનુ કહેવુ છે કે પાકિસ્તાનને ભારત કમજોર ન સમજે. તે અમારો મિત્ર છે અને તેમના પર હુમલો કરવાનો મતલબ ચીન પર હુમલો કરવાનો છે.