બુધવાર, 24 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. આંતરરાષ્ટ્રીય
Written By ભાષા|
Last Modified: એથેન્સ , શુક્રવાર, 28 માર્ચ 2008 (17:08 IST)

યૂનાનમાં 5.7ની તીવ્રતા વાળો ભૂકંપ

એથેન્સ. યૂનાનનો ક્રેટે દ્વીપ ભૂકંપના જોરદાર આંચકા સાથે ધણધણી ઉઠ્યો હતો. રિક્ટર સ્કેલ પર આ ભૂકંપની તીવ્રતા 5.7 મપાઈ હતી. સદનસીબે ભૂકંપના કારણે કોઈ જાનહાની થઈ ન હતી. એથેન્સ જિયોડાઈનામિક ઈન્સ્ટીટ્યુટે જણાવ્યુ હતુ કે, ભૂકંપનુ કેન્દ્રબિંદુ ક્રેટેના દક્ષિણ સમુદ્રમાં હતુ. આ વિસ્તાર એથેન્સથી 400 કિલોમીટરના અંતરે આવેલો છે.