બુધવાર, 24 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. આંતરરાષ્ટ્રીય
Written By
Last Modified: શુક્રવાર, 8 ઑગસ્ટ 2014 (13:10 IST)

વાંદરાએ ખેંચી સેલ્ફી, કોપીરાઈટ પર બબાલ

આમ તો આજકાલ બધામાં સેલ્ફીને લેવાની હોડ મચી છે. પણ જ્યારે એક વાંદરાએ પોતાની સેલ્ફી લીધી અને તે વિકીપીડિયના પેજ પર પહોંચી ગઈ તો જે કૈમેરા દ્વારા સેલ્ફી લેવામાં આવી હતી તેના માલિકનો વિકીપીડિયા સાથે વિવાદ થઈ ગયો. 
 
સમાચાર મુજબ ઈંડોનેશિયાના સુલાવેસી દ્વીપ પર ત્રણ વર્ષ પહેલા એક વાંદરા દ્વારા લેવામાં આવેલ એક સેલ્ફી પર માલિકીનો હકને લઈને વિકીપીડિયા અને કૈમરાના માલિક ફોટોગ્રાફર ડેવિડ સ્લેટર વચ્ચે વિવાદ થઈ ગયો.  
 
સ્લેટરે તસ્વીર પર પોતાનો હક બતાવતા વિકીપીડિયાથી તસ્વીરને  પેજ પરથી હટાવવાની માંગ કરી દીધી. જ્યારે કે વિકીપીડિયાએ આ સેલ્ફીને એવુ કહીને હટાવવથી ઈંકાર કરી દીધો છે કારણ કે આ તસ્વીર વાંદરાએ લીધી હતી.  
 
વિકીપીડિયાએ દાવો કર્યો કે આ તસ્વીરની કોપીરાઈટ એ વાંદરા પાસે છે ફોટોગ્રાફર પાસે નહી વિકીપીડિયાએ પોતાની વેબસાઈટ પર લખ્યુ છે આ તસ્વીરોને પબ્લિક ડોમેનમાં એમાટે રાખવામાં આવી છે કે આને માણસે નથી ખેંચી નએ તેથી કોઈ કોપીરાઈટ પણ નથી બનતો.