શુક્રવાર, 26 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. આંતરરાષ્ટ્રીય
Written By
Last Modified: સોમવાર, 23 મે 2016 (14:47 IST)

શ્રીનગરમાં ત્રાસવાદીઓએ જાહેરમાં કર્યું ફાયરિંગ , 3 પોલીસ જવાનોના મોત , હિઝબુલ મુદાહિદ્દીને લીધી જવાબદારી

શ્રીનગરમાં આજે વહેલી સવારે પોલીસ ટુકડી પર અજાણ્યા બંદૂકધારીઓએ હુલમો કર્યો. આ હુમલામાં ત્રણ પોલીસ જવાનો શાહિદ થયા છે. જ્યારે 10 થી વધુ પોલીસ જવાનો ઘાયલ થયા છે. આ હુલમાની જવાબદારી આતંકી સંગઠન હિઝલ ઉલ મુઝાદિદ્દીને લીધી છે. હુમલામાં ઘાયલ થયેલાઓને સારવાર અર્થે આર્મી હોસ્પીટલ ખસેડાયા છે. 
 
મળતી માહિતી મુજબ શ્રીનગર શહેરના જદીબલ ચોક વિસ્તારમાં પોલીસના જવાનો પેટ્રોલિંગ કરી રહ્યા હતા. ત્યારબાદ બાઈક પર આવેલા અજાણ્યા અંદૂકધારીઓએ અચાનક તેમના પર ફયારિંગ કર્યં હતું. તેમજ ફાયરિંગ કર્યા બાદ ઘટના સ્થળોથી ફરાર થઈ ગયા હતા. હુમલામાં એએસાઅઈ નઝીર અહેમદ અને કોંસ્ટેબલ બશીર અહેમદ માર્યા ગયા છે. 
 
હુમલામાં ઘટના સ્થળે બે પોલીસકર્મીઓના મોત થયા છે. જ્યારે 10 થી વધુ પોલીસ જવાનો ઘાયલ થયા તેમને સારવાર અર્થે ખસડાયા છે. આ ક્ગ્ ઘટનાબાદ પોલીસ દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરાયું હતું. તેમજ સમગ્ર વિસ્તારને કોર્ડન કરીને હુમલાખોરોને ઝડપી પાડવા માટે અક્રોગતિમાન કર્યા છે. તેમજ સમગ્ર શહેરની નાકાબંધી કરી દેવામાં આવી છે.