ગુરુવાર, 25 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. આંતરરાષ્ટ્રીય
Written By
Last Updated : મંગળવાર, 24 નવેમ્બર 2015 (11:48 IST)

સિંગાપુરમાં આજે મોદીનો મેગા શો

આજે જે સમાચારો પર નજર છે તેમા ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો સિંગાપુર પ્રવાસ, સંસદ સત્ર પહેલા એનડીએ નેતાઓની બેઠક અને અમેરિકા-ફ્રાંસના ટોચ નેતૃત્વની બેઠક મુખ્ય છે. 
 
મંગળવારે સિંગાપુરમાં મોદીનો મેગા શો થશે. નરેન્દ્ર મોદી ભારતીય મૂળના લોકોને સંબોધિત કરશે. મોદીએ સોમવારે 37મું સિંગાપુર લેક્ચર આપ્યુ. 
 
સંસદના શીતકાલીન સત્રની રણનીતિ તૈયાર કરવા માટે એનડીએના નેતા મંગળવારે બેઠક કરશે. આ બેઠક લોકસભા અધ્યક્ષ સુમિતા મહાજનની તરફથી બોલાવવામાં આવેલ સર્વદળીય બેઠક માટે એક દિવસ પહેલા થઈ રહી છે. 
 
લોકસભા અધ્યક્ષે 25 નવેમ્બરના બધા દળોના નેતાઓની બેઠક બોલાવી છે. સંસદનુ શિયાળાનું સત્ર 26 નવેમ્બરથી શરૂ થઈ રહ્યુ છે.   આ સત્ર દરમિયાન સરકાર જીએસટી સહિત અનેક મુખ્ય બિલ પાસ કરાવવા માંગે છે. 
 
વિશ્વવિદ્યાલય શિક્ષકોનુ સંગઠન ઓલ ઈંડિયા ફેડરેશન ઑફ યૂનિવર્સિટી એંડ કોલેજ ટીચર્સ પોતાની માંગોના સમર્થનમાં મંગળવારે દિલ્હીના જંતર મંતર પર પ્રદર્શન કરશે. આ સંગઠને જેલ ભરો આંદોલન ચલાવવાનુ પણ એલાન કર્યુ છે. સંગઠનનું કહેવુ છે કે કેન્દ્ર સરકાર તેમની માંગો પર સુનાવણી કરી રહી નથી. 
 
આંતરરાષ્ટ્રીય સમાચારોમાં અમેરિકી રાષ્ટ્રપતિ બરાક ઓબામા મંગળવારે વ્હાઈટ હાઉસમાં ફ્રાંસના રાષ્ટ્રપતિ ફ્રાંસ્વા ઓલાંદ સાથે મુલાકાત કરશે. 
 
બંને નેતા પેરિસ હુમલાની તપાસ અને તેની સાથે સંબંધિત મુદ્દા પર ચર્ચા કરશે. બંને રાષ્ટ્રપતિયો વચ્ચે અમેરિકા અને ફ્રાંસના સંબંધો મજબૂત કરવા સાથે જોડાયેલ મુદ્દા પર પણ વાતચીત કરશે. 
 
ચૈપિયન્સ ટેનિસ લીગમાં મંગળવારે મુંબઈ ટેનિસ માસ્ટર્સ અને રાયપુર રૈજર્સ વચ્ચે હરિફાઈ થશે.