બુધવાર, 24 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. આંતરરાષ્ટ્રીય
Written By
Last Modified: સોમવાર, 15 ડિસેમ્બર 2014 (13:12 IST)

સિડની આતંક - બંદૂકધારીઓ સાથે સંપર્ક, 3 બંધકો બહાર

ઓસ્ટ્રેલિયાના સિડની શહેરમા એક કેફેમાં બંધક બનાવેલ કેટલાક લોકોમાંથી પાંચ લોકો બહાર આવી ગયા છે. એબીસી ટીવીની ફુટેજમાં બે લોકોને કાચના દરવાજામાંથી એકને તાત્કાલિક દરવાજામાંથી બાહર આવતા દેખાડ્યા. આ દરમિયાન પોલીસે કહ્યુ છે કે તેમણે એ બંદૂકધારી સાથે સંપર્ક સાઘી લીધો છે. જેમણે અનેક લોકોને કેફેમાં બંધક બનાવ્યા છે.   
 
આ હજુ સ્પષ્ટ નથી થઈ શક્યુ કે જે લોકો બિલ્ડિંગમાંથી બહાર આવ્યા છે તેમણે બંદૂકધારીને છોડ્યા છે કે પોલીસે તેમને મુક્ત કરાવ્યા છે.  એવુ પણ બની શકે કે તે કેફેના નિકટ જ કંઈક સંતાય રહ્યા હોય.  ન્યૂ સાઉથ વેલ્સની પોલીસનુ કહેવુ છે કે એક સશસ્ત્ર ઘટનાની સ્થિતિનો સામનો કરી રહ્યા છે. ઘટનાના ચાર કલાક પછી ન્યૂ સાઉથ વેલ્સના પોલીસ કમિશ્નર એંડ્ર્યુ સિપિયોને કહ્યુ કે પોલીસનો બંદૂકધારી સાથે સીધો સંપર્ક નથી થયો. 
 
તેમણે કહ્યુ કે પોલીસ બંધક બનાવવા પાછળની ઈચ્છા પણ નથી જાણતી અને આ વિશે કશુ કહી પણ નથી શકાતુ કે કેફેના અંદર કેટલા લોકો છે. 
 
તેમણે કહ્યુ. ' અમે હજુ તેના આતંકવાદ સાથે જોડાયેલા હોવાની ચોખવટ નથી કરી' 
 
બીજી બાજુ કેફેના સીઈઓનુ કહેવુ છે કે કેફેની અંદર 30 ગ્રાહક અને કેફેના 10 કર્મચારી છે. 
 
પ્રધાનમંત્રી ટોની એબટે લોકોને અપીલ કરી છે કે તેઓ ગભરાય નહી અને સામાન્ય રીતે પોતાનુ  કામ કરતા રહે.  તેમણે કહ્યુ કે સરકાર સ્થિતિ પર નજર રાખી રહી છે. 
 
તાજેતરમાં જ પ્રાપ્ત માહિતી મુજબ બંધકોએ પોલીસ સામે બે માંગણીઓ મુકી છે એક તો કાળા ઝંડાની અને બીજી પ્રધાનમંત્રી ટોની એબર્ટ સાથે ફોન પર વાતચીતની.