ગુરુવાર, 28 માર્ચ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. »
  3. રોમાંસ
  4. »
  5. ગુજરાતી લવ ટિપ્સ
Written By વેબ દુનિયા|

લવ ગુરૂ - પત્ની કે પ્રેમિકાના કયા જૂઠાણાંથી ચેતવુ જોઈએ ?

P.R
સામાન્ય રીતે કહેવાય છે કે સ્ત્રીઓનો ચહેરો ખુલ્લી કિતાબ જેવો હોય છે પણ ના, સ્ત્રીઓ એવા રહસ્યો છુપાવીને રાખી શકે છે જે તેમના પતિ/પ્રેમીઓને ભારે પડી જતા હોય છે. માટે તમારે આ 5 વાતો જાણવી જરૂરી છે જ્યારે તમારી પ્રેમિકા/પત્ની ખોટું બોલી રહી હશે પણ તમને જરા સરખો પણ અંદાજ નહીં આવવા દે.

1. અરે હા...હું એકદમ ઠીક છું: ના, જરા પણ નહીં. તેમના મગજમાં અત્યારે તે તમારી સાથે ત્રીજુ વિશ્વયુદ્ધ લડી ચૂકી હશે અથવા તો નિરાસાને કારણે દસ વાર આત્મહત્યા કરી ચૂકી હશે. આવું ખાસ કરીને ત્યારે થાય છે જ્યારે તમે તેનો જન્મદિવસ ભૂલી ગયા હોવ, તેમને આપેલી પ્રોમિસ ન પાળી શક્યા હોવ અથવા તેના - સ્ત્રીઓ ઈચ્છતી હોય છે કે પ્રેમી/પતિ તેમની કહેલી અને વણકહેલી બધી વાતો સમજે. અલબત્ત, તમારી સામે ખોટું બોલવા પાછળ તેમનો આશય એટલો હોય છે કે ફરિયાદ કરીને કે પછી ગુસ્સે થઈને તે એવું સાબિત કરવા નથી માંગતી હોતી કે તે હંમેશા ફરિયાદ કરતી કે રડતી જ હોય છે.

2. હું તને તું જેવો છે તેના માટે જ પ્રેમ કરુ છું: જો તમારી પ્રેમિકા/પત્ની કહે છે તે નથી ઈચ્છતી કે તમે જરા પણ બદલો તો ભૂલથી પણ તેની આ વાતનો ભરોસો ન કરતાં. સ્ત્રીઓ પાસે હંમેશા એક લાંબી લિસ્ટ હોય છે જેમાં અનુસાર તે તમને ગણાવી શકે છે કે તમારે કઈ કઈ આદતો બદલવાની જરૂર છે.
- તમને સ્પષ્ટપણે તમારી ખરાબ આદતો ન કહેવા પાછળનું કારણ તમને ખરાબ ન લગાડવું હોય છે. અલબત્ત, તમને પ્રેમ તો એ તમારી સારી વાતો માટે જ કરે છે, જે સત્ય છે. પણ, કેવું લાગશે જો એ તમને વારે વારે કહ્યા કરે કે તમારું વધેલું પેટ તેમને નથી ગમતું કે પછી તમારા ખરતા વાળને કારણે તમે વધારે બુઢ્ઢા લાગી રહ્યા છો.

3. મને કંઈ ફરક નથી પડતો, તું બિન્દાસ થઈને જોને બીજી છોકરીઓને: જો આ વાત સાચી હોય તો તમે દુનિયાના સૌથી નસીબદાર પુરુષ છો. જો કે, આવા નસીબદાર પુરુષો દીવો લઈને શોધવા જતા પણ નથી મળતા. તમે જ વિચારો, શું તમને ગમશે કે તમારી પ્રેમિકા/પત્ની તમને ભૂલીને અન્ય પુરુષ સાથે ફ્લર્ટ કરે કે પછી તમારી અવગણના કરે? તો પછી સ્ત્રીઓ આ જ વાત કઈ રીતે ચલાવી શકે!

- તે માત્ર તમને જણાવવા નથી માંગતી કે તેને કેવુ લાગી રહ્યું છે જ્યારે તમે અન્ય યુવતીને જુઓ છો. જ્યારે તમે અન્ય યુવતી પર ધ્યાન આપી રહ્યા હશો ત્યારે તમારી બેસ્ટ ફ્રેન્ડની જેમ તમને પ્રશ્નો પૂછશે કે યુવતી હોટ લાગે છે નહીં? તને ગમે છે? વેલ, આ બધા પ્રશ્નો પૂછવાનો અર્થ એટલો જ કે શું હું તને એ યુવતી કરતા ઓછી સુંદર અને હોટ લાગુ છું!? આ પ્રશ્નોના જવાબ થોડા સમજી વિચારીને આપજો, તરત જ નહીં તો ભવિષ્યમાં તમે આપેલા જવાબ તમને જ ભારે પડશે.

4. તારા ફ્રેન્ડ્સ સારા છે: આ વાત હંમેશા ખોટી નહીં હોય. પણ ઘણીવાર જ્યારે તમારી પ્રાઈવેસીમાં ખલેલ પહોંચાડવા માટે તમારા બેસ્ટ ફ્રેન્ડ્સ આવી ચઢે, તે સમયે જો તમારી પ્રેમિકા/પત્ની આવી કોઈ વાત કરે તો ચોક્કસ જ તે ખોટું બોલી રહી હશે.
- તો આવા સમયે મિત્રોને થોડી વાર રાહ જોવડાવીને પ્રેમિકા/પત્નીને સમય આપો.

5. મને કહે તો ખરા, હું ગુસ્સે નહીં થાવ, સાચે: સ્ત્રીઓ યુક્તિબાજ હોય છે, જ્યારે તેમને તમારી પાસેથી કોઈ વાત જાણવી હોય છે ત્યારે તે આ યુક્તિ અજમાવે છે. તમારી પાસેથી કોઈ વાતનો પ્રામાણિક જવાબ મેળવવા માંગતી હોય ત્યારે આ જૂઠ્ઠાણુ બોલે છે. ચેતી જજો...તમે ભલે ગમે તે જવાબ આપો...તે તમારા પર ગુસ્સે તો થવાની જ છે.
- એવું નથી હોતું કે તમારા બધા જ પ્રામાણિક જવાબ કે અભિપ્રાયથી તે ગુસ્સે થતી હોય કે પછી હંમેશા પોતાના વખાણ સાંભળવા જ માંગતી હોય. હા, પણ તેઓ પોતાના માટેનો કોઈ પણ અભિપ્રાય થોડા હળવા ટોન કે સૂચક સ્વરૂપે મળે તેવી અપેક્ષા રાખતી હોય છે. તેને ટોણો મારીને કહેવા કરતા પ્રેમથી કોઈ વાત કહેશો તો ખરેખર ગુસ્સે નહીં થાય