બુધવાર, 24 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. રાષ્ટ્રીય
Written By વેબ દુનિયા|

જરા યાદ કરો કુરબાની

N.D
એક વાર ફરી દેશની અસ્મિતા બચાવવા માટે ભારત માતાના વીર સપૂતોએ પોતાના પ્રાણોનું બલિદાન આપ્યું છે. મુંબઈ પર થયેલ દેશના સૌથી મોટા આતંકવાદી હુમલાનો મુકાબલો કરતા 15થી વધુ સુરક્ષા કર્મચારીઓ વીરગતિ પામ્યા.

એટીએસ પ્રમુખ હેમંત કરકરે, એસીપી અશોક કામ્ટે, સીનિયર ઈંસપેક્ટર વિજય સાલસ્કર, રાજકીય રેલવે પોલીસમાં ઈંસેપેક્ટર શશાંક શિન્દે, રેલવે સુરક્ષા બળના પ્રધાન આરક્ષક એમએલ ચૌધરી, ઈંસ્પેક્ટર એ.આર ચિતલે, ઉપનિરીક્ષક પ્રકાશ મોરે અને બાબૂ સાહેબ દુરગુડે, એએસઆઈ, નાના સાહેબ ભોંસલે અને વી. અબોલે, આરક્ષક વિજય ખાંડેકર, જયવંત પાટિલ અને યોગેશ પાટિલ જેવા જાંબાઝોએ કર્તવ્ય પરાયણતાનું ઉત્તમ ઉદાહરણ રજૂ કરતા રાષ્ટ્રને માટે પોતાના પ્રાણનું બલિદાન આપ્યું.

આ સિવાય એનએસજીના મેજર સંદીપ ઉન્નીકૃષ્ણન, હવાલદાર ચંદર અને હવાલદાર ગજેન્દ્રસિંહ જુદી-જુદી જગ્યાએ આંતવાદીઓનો સામનો કરતા શહીદ થઈ ગયા.

સાથે જ આપણે એ લોકોને પણ ન ભૂલવા જોઈએ જેઓ આ હુમલામાં મૃત્યુ પામ્યા છે. 'કરેજ અંડર ફાયર'નુ સાચું ઉદાહરણ હોટલ તાજ અને ઓબેરોયના કર્મચારીઓએ બતાવ્યું છે. ભારે ગોળીબારી વચ્ચે પણ પોતાના જીવને જોખમમાં મુકીને આ કર્મચારીઓએ હજારો લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢ્યા છે. આ દુ:ખદ ઘટનામાં બીજા લોકોની સાથહોટલનઘણા કર્મચારીઓ પણ માર્યા ગયા છે.

જરા યાદ કરો કુરબાની: લતા મંગેશકર