શુક્રવાર, 29 માર્ચ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Updated : બુધવાર, 23 જુલાઈ 2014 (12:05 IST)

13 વર્ષના કિશોરે અમદાવાદમાં રસ્તા પર સુતેલા 8 લોકો પર કાર ચઢાવી દીધી, 3 વ્યક્તિઓના મોત

અમદાવાદમાં હિટ એન્ડ રન કેસ અટકાવનું નામ નથી લેતી, હજી વિસ્મય શાહના કેસનો ઉકેલ આવ્યો નથી ત્યારે વધુ એક હિટ એન્ડ રન કેસ સામે આવ્યો છે. જેમાં એક કારચાલકે બેફામ રીતે કાર ચલાવી રસ્તા પર સુતેલા લોકોને કચડી નાખ્યા છે. જેમા ત્રણ વ્યક્તિઓના મોત નિપજ્યા જ્યારે અન્ય ચાર વ્યક્તિઓ ગંભીર રીતે ઘાયલ થયા હતા. ઘાયલ થયેલા લાકોને સારવાર અર્થે શહેરની વિ.એસ હોસ્પીટલમાં ખસેડાયા છે.

ગઈ કાલે રાત્રે અમદાવદ શહેરના પિરાણા રોડ પર આઈ-20 કાર ચાલકે પૂરપાટ ઝડપે કાર ચલાવી ઝુંપડ્ડપટી બહાર સુતેલા લોકોને કચડ્યા હતા. પહેલા એક એક્ટીવા ચાલકને હડફેટે લીધો હતો અને ત્યાર બહાર બાદ ઝુંપડ્ડપટી બહાર સુતેલા લોકોને અડફેટે લીધા હતા. આ ઘટનામાં ત્રણ વ્યક્તિના મોત થયા હતા. મૃતક મહિલાની પુત્રી અને તેના પતિની સ્થિતિ હાલ ગંભીર હોવાનું જાણવા મળ્યું છે.

મૃતકોમાં એક ગર્ભવતી મહિલાનો સમાવેશ થાય છે. જ્યારે સગીર વયના કારચાલકની પોલીસે અટકાયત કરી છે. પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે ધોરણ 9માં અભ્યાસ કરતો વિદ્યાર્થી નોમીન કાર ચલાવી રહ્યો હતો.

પ્રત્યક્ષદર્શી લોકોએ જણાવ્યું હતું કે, કારચાલક 120 કિ.મીથી પણ વધું ઝડપે ચલાવી રહ્યો હતો. અકસ્માત સર્જાયા બાદ ઘટના સ્થળે 108 મોડી પહોંચી હોવાના કારણે એક વ્યક્તિનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું જ્યારે અન્ય એક વ્યક્તિનું હોસ્પીટલમાં સારવાર દરમ્યાન મોત નીપજ્યું હતુ.