બુધવાર, 24 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: પટના. , શનિવાર, 22 ઑક્ટોબર 2016 (10:38 IST)

લોકોની ફરિયાદોને બદલે લાલુ યાદવના સુપુત્ર તેજસ્વીને મળી રહ્યા છે લગ્નના પ્રસ્તાવ !!

બિહારના ડિપ્ટી સીએમ તેજસ્વી યાદવ અને આરજેડી સુપ્રીમો લાલૂ પ્રસાદ યાદવના નાના પુત્ર તેજસ્વી યાદવ માટે લગ્નના હજારો પ્રપોઝલ આવ્યા છે. આ  બધા પ્રપોઝલ તેજસ્વીના એ મોબાઈલ પર વ્હાટ્સ એપમાં આવ્ય છે જે માર્ગ સંબંધિત લોકફરિયાદો માટે સાર્વજનિક કરવામાં આવ્યો હતો. આ નંબર સડક નિર્માણ વિભાગનો છે. 
 
તસ્વીરો સાથે જ લગ્ન માટે પ્રપોઝ કરનારી યુવતીઓએ ફિગર, કલર, હાઈટની ડિટેલ્સ પણ મોકલી છે. ઉલ્લેખનીય છે કે તેજસ્વી બિહારના માર્ગ નિર્માણ મંત્રી પણ છે. તેમણે રસ્તાની સમસ્યાને લઈને એક વ્હાટ્સ એપ નંબર રજુ કર્યો હતો જેના પર કોઈપણ માણસ પોતાના વિસ્તારના રોડની સમસ્યાને લઈને ફોટો મોકલી શકે છે અને પછી એ નંબર પર વિભાગ કાર્યવાહી કરતુ. 
 
 
આ નંબર પર લગભગ 47 હજાર મેસેજ આવ્યા છે. જેમા માર્ગની સમસ્યાઓને લઈને ઓછા લગ્નના પ્રપોસલ વધુ મેસેજ થયા છે. કુલ 44 હજાર મેસેજ તો ફક્ત લગ્નને લઈને આવ્યા છે.  09430001346 નંબર પર આવેલ મેસેજને કારણે મંત્રીથી લઈને વિભાગના અધિકારીઓ ઉપરાંત કલર્ક પણ કંટાળી ગયા છે. 
 
તેજસ્વી યાદવે મજાકમાં કહ્યુ કે જો પરણેલા હોતા તો ફંસાય જતા. તેજસ્વી અને તેમના મોટાભાઈ તેજ પ્રતાપ બંને નીતીશ કુમાર કેબિનેટમાં સામેલ છે. 26 વર્ષના તેજસ્વી યાદવ લાલૂ અને રાબડીના સૌથી નાના પુત્ર છે.  આમ તો લાલુ યાદવ પણ માને છે કે તેજસ્વીની વય હાલ લગ્ન કરવાની થઈ ચુકી છે અને ટૂંક સમયમાં જ તેમના લગ્ન કરી દેવામાં આવશે. તેમા જાતિ કોઈ અવરોધ નહી બને.