શુક્રવાર, 29 માર્ચ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: નવી દિલ્હી. , સોમવાર, 3 ઑગસ્ટ 2015 (13:47 IST)

6 રાજ્યોમાં પૂર : લેહમાં આખુ ગામ વહી ગયુ અને બંગાળમાં બસ વહી, અત્યાર સુધી 100ના મોત

વરસાદ અને પૂરથી જમ્મુ કાશ્મીરના લેહમાં સાબૂ ગામ વહી ગયુ છે. લેહમાં છેલ્લ બે દિવસથી થઈ રહેલ વરસાદને કારણે રવિવારે રાત્રે નદીનુ લેવલ વધી ગયુ. તેજ વહેણ સાથે ઘુસેલ પૂરનુ પાણીમાં ગામના મોટાભાગના કાચા મકાન વહી ગયા. ચારે બાજુ પાણી ભરાય જવાને કારણે ગામની અંદર હજુ પણ હજારો લોકોના ફંસાવવાના સમાચાર છે. તેમાથી અનેક વિદેશી ટૂરિસ્ટ પણ બતાવાય રહ્યા છે. અચાનક વાદળ ફાટવાને પણ ગામ વહી જવાનુ એક કારણ માનવામાં આવી રહ્યુ છે. અત્યાર સુધી આર્મી કે સરકારી મદદ નથી પહોંચાડી શકાઈ. ગામ લેહ એયરપોર્ટથી 7 કિમી દૂર મનાલી-લેહ હાઈવે પર હતુ. બીજી બાજુ પૂરથી સૌથી વધુ બેહાલ પશ્ચિમ બંગાળમાં સોમવારે સવારે એક બસ વહી ગઈ. જો કે વીરભૂમમાં થયેલ આ દુર્ઘટનામાં કોઈના ઘાયલ થવાના સમાચાર નથી. વરસાદ અને પૂરથી મરનારાઓની સંખ્યા 100 પાર થઈ ગઈ છે. 
 
બંગાળ અને ઉડીસામાં કોમેનને કારણે તારાજી 
 
પશ્ચિમ બંગાળના 12 જીલ્લામાં પૂર છે. દુર્ગાપુર બૈરાજથી પાણી છોડવાથી હાવડા, હુબલી, બર્દવાન, દક્ષિણ 21 પરગના અને પશ્ચિમી મિદનાપુરના જીલ્લાઓમાં હાલત બદતર છે. લગભગ 2.14 લાખ લોકો રિલીફ કૈપમાં છે. અનેક નદીઓ ભયાનક સપાટીના નિશાનથી ઉપર વહી રહી છે. બર્દવાન જીલ્લામાં પૂરનો સામનો કરવા માટે આર્મીને બોલાવવામાં આવી છ્ 
 
30 વર્ષ પછી મણિપુરમાં આવ્યુ આવુ ભયાનક પુર 
 
વરસાદ અને પૂરને કારણે મણિપુરમાં 30 વર્ષ પછી આવુ પૂર આવ્યુ છે. ઉલ્લેખનીય છે કે શનિવારે સાંજે લૈંડ સ્લાઈડને કારણે ચંદેલ જીલ્લામાં 21 લોકોના મોત થયા હતા. મણિપુરમાં એનદીઆરએફની ટીમો રેસક્યુમાં લાગી છે.  નેશનલ હાઈવે 37 પર ઈંફાલની તરફ જઈ રહેલ લાકડીથી ભરેલા 300 જેટલા ટ્રકો ફસાયા છે. ચાક પણ ભયાનક સપાટીના નિશાનથી ઉપર વહી રહી છે. 
 
ગુજરાતમાં પણ આર્મીની મદદ લેવાઈ 
 
ગુજરાતમાં પૂર પછી આર્મીની 24 ટીમો રેસ્ક્યૂનુ કામ કરી રહી છે. બનાસકાંઠા અને ભૂજમાં લગભગ એક હજાર લોકોને રિલીફ કૈપમાં લઈ જવામાં આવ્યા છે. ગુજરાતના 14 જીલ્લામાં પૂર આવ્યુ છે. જેનાથી 40 લાખથી વધુ લોકો પ્રભાવિત થયા છે. 
 
રાજસ્થનામાં 4 લોકો વહી ગયા 
 
રાજસ્થાનમાં પૂર જેવી પરિસ્થિતિ વચ્ચે ચાર લોકો વહી ગયા છે. બીકાનેરના કરણપુર શહેરમાં સૌથી વધુ પાંચ સેમી વરસાદ નોંધાયો છે.  અહીના 12થી વધુ ગામમાં પૂરની સ્થિતિ છે. અનેક વિસ્તારોમાં વરસાદથી રેલ ટ્રેક વહેવાથી ટ્રેન સર્વિસ રોકાય ગઈ છે. 
 
24 કલાક વધુ વરસાદની આગાહી 
 
મોસમ વિભાગે આગામી 24 કલાકમાં ભારે વરસાદની શક્યતા બતાવી છે. પશ્ચિમ બંગાળ, ઓડિસા, ઝારખંડ, રાજસ્થાન, મધ્યપ્રદેશ, ગુજરાત, મરાઠવાડા, વિદર્ભ અને તેલંગાનાના અનેક વિસ્તારો વિશે ખાસ ચેતાવણી આપી છે.