શનિવાર, 20 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: નવી દિલ્હી , મંગળવાર, 28 એપ્રિલ 2015 (14:39 IST)

60 વર્ષની ગંદકી સાફ કરી રહ્યો છુ -કેનેડામાં મોદીએ આપેલ નિવેદન પર સંસદમાં હંગામો

પોતાના અગાઉના વિદેશી પ્રવાસ પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જે નિવેદન આપ્યુ હતુ. તેમને લઈને મંગળવારે રાજ્યસભામાં વિપક્ષે સરકાર પર હુમલો બોલ્યો. કોંગ્રેસ, બીએસપી, એસપી, સહિત બધા પાર્ટીના નેતાઓ પીએમ મોદીના નિવેદનની નિંદા કરી.  કોંગ્રેસ નેતા આનંદ શર્માએ કહ્યુ કે પીએમ મોદીએ દેશ અને પ્રધાનમંત્રીની ગરિમાને ઠેસ પહોંચાડી છે. બીજી બાજુ બીએસપી સુપ્રીમો માયાવતીએ કહ્યુ કે ભારતની બહાર અમે જુદી-જુદી પાર્ટીયો નહી પણ એક છીએ અને પીએમે આ વાતનું ધ્યાન રાખવુ જોઈએ. માયાવતીએ કહ્યુ કે વિદેશોમાં પાર્ટીના આધાર પર વાત ન થવી જોઈએ. હંગામાને કારણે રાજ્યસભાની કાર્યવાહી બીજી વાર સ્થગિત કરવી પડી. 
 
મોદીના વિદેશ પ્રવાસ પર થયો હતો હુમલો 
 
આ પહેલા મોદીએ પોતાના વિદેશ પ્રવાસ પર કોંગ્રેસને આડે હાથે લીધા હતા. મોદીએ કહ્યુ હતુ કે આપણે 60 વર્ષની ગંદકી હટાવવાની છે.  કોંગ્રેસ પર કોલસા ગોટાળાને લઈને હુમલો કરવામાં આવ્યો હતો. મોદીએ સ્કૈમ ઈંડિયાની તુલના સ્કિલ્ડ ઈંડિયા સાથે કરી હતી. આ નિવેદનોને લઈને કોંગ્રેસે ખાસો વિરોધ નોંધાવ્યો હતો. સરકાર તરફથી રાજ્યસભામાં નાણાકીય મંત્રી અરુણ જેટલીએ પીએમના નિવેદનનો બચાવ કર્યો. તેમણે કહ્યુ કે પ્રધાનમંત્રીનુ નિવેદન ખોટુ નથી. 
 
શુ કહ્યુ હતુ મોદીએ 
 
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કેનેડામાં ભારતીય સમુહને સંબોધિત કરતા કહ્યુ હતુ. જેમને ગંદકી કરવી હતી તેઓ કરીને જતા રહ્યા. પણ અમે સફાઈ કરીશુ. જો કે તેમણે પોતાના ભાષણમાં કોઈનુ નામ નથી લીધુ. પણ ઈશારો અગાઉની યૂપીએ સરકાર તરફ હતો. મોદીએ કહ્યુ હતુ .. 'દેશ ખૂબ મોટો છે. અહી ખૂબ ગંદકી . અનેક ગડબડો હોઈ શકે છે. તેને સાફ કરવામાં, તેને ઠીક કરવા માટે સમય લાગશે.  પણ આ કામ થશે જરૂર. કારણ કે હવે દેશનો દ્રષ્ટિકોણ બદલાય ગયો છે. દેશ તમામ પડકારોનો સામનો કરી રહ્યો છે. આ બધાની એક જ દવા છે... " મોદીએ કહ્યુ હતુ .. પહેલા દેશની છબિ સ્કૈમ ઈંડિયા (છબરડાંઓનો દેશ) ની હતી. અમે ઈચ્છીએ છીએ કે હવે દેશ સ્કિલ્ડ ઈંડિયા (કુશળ ભારત)ના રૂપમાં ઓળખાય. તેમણે કહ્યુ વિકાસની તરફ ડગ માંડ્યા છે. છેલ્લા દસ મહિનામાં જેવી ભ્રષ્ટાચારમુક્ત અને પારદર્શી શાસન વ્યવસ્થા સામે આવી તેનાથી દેશમાં વિશ્વાસનું વાતાવરણ વધ્યુ છે.