શુક્રવાર, 19 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: નવી દિલ્હી. , મંગળવાર, 16 ડિસેમ્બર 2014 (12:12 IST)

હવે આધારકાર્ડ વગર ઉદ્ધાર નહી - લગ્ન માટે આધારકાર્ડ જરૂરી

જો તમારી પાસે આધાર કાર્ડ નથી તો તમારા લગ્નમાં મુશ્કેલી આવી શકે છે. હવે આધાર કાર્ડ વગર તમે લગ્ન નથી કરી શકતા. કારણ કે લગ્ન માટે જો તમે કોઈ મેટ્રોમોનિયલ વેબસાઈટ પર તમારી પ્રોફાઈલ બનાવી રહ્યા છો તો તમારી આધાર કાર્ડ ડિટેલ્સ આપવી પડશે. આ પગલુ આ બાબતે થનારા દગાબાજીથી બચવા માટે ઉઠાવાય રહ્યુ છે. પોલીસનુ કહેવુ છે કે આવા દગાખોરીના અનેક મામલા સામે આવ્યા છે. એક અંગ્રેજી છાપાના મુજબ મેટ્રોમોનિયલ વેબસાઈટે પોતાની સાઈટ્સ પર પ્રોફાઈલ બનાવવા માટે આધાર કાર્ડ અનિવાર્ય કરી દેવામાં આવ્યુ છે. 
 
આ પગલુ સાઈટ પર બનાવેલ પ્રોફાઈલ્સની સત્યતાની તપાસ માટે ઉઠાવવામાં આવ્યુ છે. આ વિશે મહિલા અને બાલ વિકાસ મંત્રી મેનકા ગાંધીનુ કહેવુ છે કે વર્તમાનમાં પ્રોફાઈલ બનાવવા માટે ફક્ત મોબાઈલ નંબર જરૂરી રહેતો હતો. જે પુરતો નથી. મેટ્રોમોનિયલ સાઈટ્સ પર દર મહિને હજારો લોકો પ્રોફાઈલ બનાવે છે. અનેક પુરૂષો આ મેટ્રોમોનિયલ સાઈટ્સ પર એકથી વધુ પ્રોફાઈલ હોય છે. જેનાથી દગાબાજીના મામલા વધવાની શક્યતા રહે છે.  
 
આધારકાર્ડની અનિવાર્યતાને કારણે યુવકની અસલી ફોટો પ્રોફાઈલમાં હશે. જેનાથી સ્ટોકર. સીરિયલ ડેટર અને વિવાહિત પુરૂષોની માહિતી મળી જશે. આધારકાર્ડ દ્વારા લગ્ન મામલે થનારી દગાબાજી પર કાબુ મેળવી શકાશે. જો કે મેટ્રોમોનિયલ સાઈટ્સ સંચાલકોનુ કહેવુ છે કે તેમા એક સમસ્યા એ આવશે કે દેશમાં બધા લોકો પાસે આધાર કાર્ડ નથી. આવામાં સરકારે આ વ્યવસ્થાને લાગુ કરવાથી પહેલા આ સુનિશ્ચિત કરવુ જોઈએ કે બધાની પાસે આધાર કાર્ડ હોવુ જોઈએ.