શુક્રવાર, 19 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: નવી દિલ્હી. , સોમવાર, 23 નવેમ્બર 2015 (10:35 IST)

AAPની રાષ્ટ્રીય પરિષદની બેઠક આજે, કેજરીવાલ ફરીથી સંયોજક બને તેવી શક્યતા

આમ આદમી પાર્ટીની આજે દિલ્હીમાં રાષ્ટ્રીય પરિષદની બેઠક થશે. સૂત્રો મુજબ આ બેઠકમાં પાર્ટીના સંયોજક પદનો નિર્ણય કરી શકાય છે. આ દરમિયાન સરકારના કામકાજ પર પણ ચર્ચા કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે પાર્ટીના રાષ્ટ્રીય સંયોજકના રૂપમાં અરવિંદ કેજરીવાલનો કાર્યકાલ  26 નવેમ્બરના રોજ ખતમ થઈ જશે.  સૂત્રો જણાવ્યા મુજબ પાર્ટીના નવા રાષ્ટ્રીય સંયોજક ફરીથી અરવિંદ કેજરીવાલનો કાર્યકાળ 26 નવેમ્બરના રોજ ખતમ થઈ જશે. સૂત્રો મુજબ પાર્ટીના નવા રાષ્ટ્રીય સંયોજક બીજીવાર અરવિંદ કેજરીવાલને પસંદ કરવાનો નિર્ણય પણ આ બેઠક દરમિયાન લઈ શકાય છે. 
 
આ ઉપરાંત રાષ્ટ્રીય કાર્યકારીણીના ખાલી પદ ભરવાનો નિર્ણય પણ આ બેઠકમાં કરી શકાય છે. આમ આદમી પાર્ટીમાં લગભગ 300 રાષ્ટ્રીય પરિષદના સભ્ય છે. જ્યારે કે હાલ 14 રાષ્ટ્રીય કાર્યકારિણીમાં છે. પાર્ટીમાં 7 ધારાસભ્ય રાષ્ટ્રીય પરિષદના સભ્ય છે. જેમને વોટ કરવાનો અધિકાર છે. જ્યારે કે અન્ય ધારાસભ્યોને વોટ કરવાનો અધિકાર નથી. યોગેન્દ્ર યાદવ અને પ્રશાંત ભૂષણને બહાર કર્યા પછી પાર્ટી અનેકવાર ડગમગી છે.  અગાઉ રાષ્ટ્રીય પરિષદની બેઠક પછી પાર્ટીમાં રાષ્ટ્રીય કાર્યકારીણીની સંખ્યા ઘટીને 14 રહી ગઈ છે. આવામાં આ બેઠક દરમિયાન અનેક મુખ્ય નિર્ણયો લેવાય એવી શક્યતા છે.