શનિવાર, 20 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Updated : સોમવાર, 4 મે 2015 (11:25 IST)

કુમાર વિશ્વાસના અનૈતિક સંબંધોની અફવા પર ફરિયાદ, નોટિસ

પોતાના નેતાઓને લઈને ચક્રવ્યૂહમાં ફસાયેલી આમ આદમી પાર્ટીની મુશ્કેલીઓ ઓછી થવાનુ નામ નથી લઈ રહી. પાર્ટીના વરિષ્ઠ નેતા કુમાર વિશ્વાસ સાથે અનૈતિક સંબંધોની અફવા બાબત એક મહિલા પાર્ટી કાર્યકર્તાએ મહિલા આયોગમાં ફરિયાદ નોંધાવી છે. જ્યારપછી આયોગે વિશ્વાસને સમન મોકલ્યુ છે. 
 
મહિલા કાર્યકર્તા અફવા બાબત કુમાર વિશ્વાસને સફાઈ અને ખંડનની માંગ કરી રહ્યુ છે. મામલાની તપાસ માટે દિલ્હી મહિલા આયોગની એક ટીમ અમેઠી મોકલવાની તૈયારીમાં છે. બીજી બાજુ કુમાર વિશ્વાસના કાર્યકાળનું કહેવુ છે કે તેમને આયોગની આવી કોઈ નોટિસ મળી નથી. 
 
એવુ કહેવાય છે કે એ સ્ત્રી છેલ્લા એક મહિનાથી તેના પતિથી જુદી રહે છે. મહિલાના પતિએ ગેરકાયદેસર સંબંધના શકના આધાર પર તેને ઘરમાંથી કાઢી મુકી છે અને છુટાછેડાની ધમકી પણ આપી છે. તેનુ કહેવુ છે કે તે અમેઠીમાં કુમાર વિશ્વાસના ચૂંટણી પ્રચારમાં ગઈ હતી.  મહિલાનો આરોપ છે કે સોશિયલ મીડિયા પર પણ તેને બદનામ કરવામાં આવી રહી છે. પણ આગ્રહ છતા કુમાર વિશ્વાસ આ આરોપોનુ સાર્વજનિક રીતે ખંડન નથી કરી રહ્યા. 
 
મંગળવારે રજુ થવાનો આદેશ 
 
મામલામાં દિલ્હી મહિલા આયોગે મહિલાની ફરિયાદ પછી કુમાર વિશ્વાસને સમન પણ મોકલ્યુ છે. વિશ્વાસને આગામી મંગળવારે મતલબ 5 મે ના રોજ આયોગ સમક્ષ રજુ થવા માટે કહેવામાં આવ્યુ છે.  ફરિયાદ કરનારે આયોગની અધ્યક્ષ બરખ સિંહને અપીલ કરી છે કે તેઓ વિશ્વાસ અને તેમની પત્ની બંનેને નોટિસ રજુ કરી બોલાવે અને તેમને કહે કે તેઓ મીડિયામાં આવીને નિવેદન આપે કે આ અનૈતિક સંબંધોનો મામલો ફક્ત એક અફવા છે. 
 
કેજરીવાલને પણ ફરિયાદ કરી હતી 
 
મહિલાએ દિલ્હીના મુખ્યમંત્રી અને પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલને પણ આ બાબતની એક ફરિયાદ 8 એપ્રિલના રોજ કરી હતી. પણ હજુ સુધી આ અંગે કોઈ જવાબ નથી આવ્યો. 
 
મહિલાનુ કહેવુ છે કે તે પોતાના પતિ અને એક બહેનપણી સાથે વસુંધરા(ગાજિયાબાદ) સ્થિત કુમાર વિશ્વાસના ઘરે ગઈ અને તેમને આગ્રહ કર્યો કે તે આ મામલામાં મીડિયાની સામે આવીને સફાઈ આપે. મહિલાએ જણાવ્યુ કે વિશ્વાસે આવુ કરવાની સ્પષ્ટ ના પાડી  દીધી.  
 
બાળકોને દિલ્હીમાં છોડી કર્યો હતો પ્રચાર 
 
મહિલાએ જણાવ્યુ કે તે 2014માં અરવિંદ કેજરીવાલ દ્વારા મુખ્યમંત્રી પદથી રાજીનામુ આપવાનો નિર્ણયથી ખૂબ જ પ્રભાવિત થઈ હતી અને ત્યારબાદ જ પાર્ટી સાથે જોડાયેલ હતી.  વીતેલા લોકસભા ચૂંટણીના દરમિયાન દિલ્હીમાં પાર્ટીના કનૉટ પ્લેસ સ્થિત કાર્યાલયમાં તેને કહ્યુ હતુ કે તે ચૂંટણી પ્રચાર માટે અમેઠી જાય. તે પોતાના ખર્ચથી અમેઠી ગઈ. મહિલા બે બાળકોની માતા છે. પણ તેને પાર્ટી માટે પોતાના બાળકોને પતિ પાસે છોડી દીધા.