શનિવાર, 20 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: નવી દિલ્હી , સોમવાર, 20 એપ્રિલ 2015 (13:08 IST)

આપ ધારાસભ્ય રાખી બિડલાનના ભાઈ પર પત્નીએ બેલ્ટથી મારવાનો આરોપ લગાવ્યો

આમ આદમી પાર્ટીની ધારાસભ્ય રાખી બિડલાનના ભાઈ વિરુદ્ધ રોહિણી મથકમાં ફરિયાદ નોંધાવી છે. આ ફરિયાદ કોઈ બીજાએ નહી ભાભીએ નોંધાવી છે.  આ ફરિયાદમાં પીડિત મહિલાએ પોતાના પતિ પર મારપીટનો આરોપ લગાવ્યો છે. એટલુ જ નહી પીડિતાએ એ પણ આરોપ લગાવ્યો છે કે તેના પતિના અન્ય મહિલા સાથે સંબંધ છે. અને તેની પાસે તેના પુરાવા પણ છે. તેનો આરોપ છે કે આ લગ્નેતર સંબંધોનો વિરોધ કરવા પર તેની સાથે મારપીટ કરવામાં આવે છે. 
 
માહિતી મુજબ રાખી બિડલાનનો ભાઈ વિક્રમ બિડલાન છે. વિક્રમની પત્ની પ્રિયંકાએ રોહિણી મથકમાં ફરિયાદ કરી છે કે તેના પતિએ તેની સાથે મારપીટ કરી છે. પ્રિયંકાનુ કહેવુ છે કે તેના પતિના તમામ યુવતીઓ સાથે શારીરિક સંબંધ છે અને તેનો વિરોધ કરવા પર તેની સાથે બેલ્ટથી મારપીટ કરવામાં આવે છે. પ્રિયંકાનો દાવો છે કે તેની પાસે પોતાની વાત સાબિત કરવા માટે સ્ટિંગ પણ છે. 
 
એવુ કહેવાય રહ્યુ છે કે પ્રિયંકાના શરીર પર વાગવાના નિશાન છે. હાલ પોલીસની ફરિયાદ પર એફઆઈઆર નોંધાવી નથી.  
 
પ્રિયંકા બિડલાનનુ કહેવુ છે કે વિક્રમ મારી સાથે વર્ષોથી મારપીટ કરી રહ્યો છે.  પણ જ્યારથી રાખી બિડલાન ધારાસભ્ય બની છે. ત્યારથી તેની હિમંત વધી ગઈ છે. એ કહે છે કે તેનુ કોઈ કશુ બગાડી શકતુ નથી. પણ હુ હવે વધુ અત્યાચાર સહન નહી સહન કરુ. જો આ મામલેમાં પોલીસ કાર્યવાહી નહી કરે તો હુ મારી ફરિયાદ લઈને મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને મળીશ. 
 
તમામ લોકો કહી રહ્યા છે કે જો આ મામલો અરવિંદ કેજરીવાલની પાસે પહોંચ્યો તો દરેક પ્રસંગે સ્ટિંગની વકાલાત કરનારા દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ આનો સામનો કેવી રીતે કરશે... તે જોવાનુ છે.