શનિવાર, 20 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: નવી દિલ્હી. , શનિવાર, 28 માર્ચ 2015 (17:18 IST)

AAPની બેઠકમાં મારપીટ, આરોપ પ્રત્યારોપ ! 'આપ' તો ઐસે ન થે ?

આમ આદમી પાર્ટી(આપ)ની તાજેતરમાં દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં મોટી જીત પછી સરકાર બનાવી હતી. પણ એ જ પાર્ટીએ પોતાના બે મહત્વપુર્ણ નેતાઓ યોગેન્દ્ર યાદવ અને પ્રશાંત ભૂષણને શનિવારે રાષ્ટ્રીય કાર્યકારિણીમાંથી કાઢી નાખ્યા. પાર્ટીએ યોગેન્દ્રના સમર્થકો આનંદ કુમાર અને અજીત ઝા ને પણ 21 સભ્યોની રાષ્ટ્રીય કાર્યકારિણીમાંથી હટાવી દીધા છે. 
 
યોગેન્દ્ર એ બેઠકમાંથી બહાર આવ્યા પછી કહ્યુ, "રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠકમાં લોકતંત્રની હત્યા થઈ છે. બીજી બાજુ પ્રશાંતે કહ્યુ કે જે લોકો કેજરીવાલ સાથે સહમત નહોતા તેમને મારવામાં આવ્યા અને બેઠકમાંથી બહાર કાઢવામાં આવ્યા. 
 
યોગેન્દ્ર અને પ્રશાંતે કેજરીવાલને એક અરાજક વ્યક્તિ ઓળખાવ્યા અને તેમના પર પાર્ટીના સિદ્ધાંતોથી દૂર જવાનો આરોપ લગાવ્યો. બીજી બાજુ આપે તેમના પર દિલ્હી ચૂંટણીમાં પાર્ટીને હરાવવાની કોશિશનો આરોપ લગાવ્યો છે.  
 
રાષ્ટ્રીય કાર્યકારિણી બેઠકમાં લગભગ 300 લોકો હાજર હતા. જ્યા દિલ્હીના ઉપ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાએ યોગેન્દ્ર અને પ્રશાંતને હટાવવાની રજુઆત કરી. પ્રસ્તાવ સાથે જ 2012માં અસ્તિત્વમાં આવેલ પાર્ટીના બે મુખ્ય સંસ્થાપક સભ્ય રાષ્ટ્રીય કાર્યકારિણીમાંથી હટાવી દેવામાં આવ્યા.  
 
આપના અનેક કાર્યકર્તા પણ બેઠક સ્થળની બહાર હાજર હતા. જેમના હાથમાં યોગેન્દ્ર અને પ્રશાંતના વિરોધમાં લખેલ તખ્તિયો હતી અને તેમનુ કહેવુ હતુ કે તેઓ પાર્ટીના હિતમાં ત્યા આવ્યા છે. એક તખ્તી પર લખ્યુ હતુ, 'એકજૂટ રહો' અને બીજા પર લખ્યુ હતુ 'અરવિંદ કેજરીવાલ અમે તમારી સાથે છીએ'. 
  
આપના રાષ્ટ્રીય સચિવ પંકજ ગુપ્તાએ કહ્યુ કે 247 સભ્યોએ ચાર સભ્યોને રાષ્ટ્રીય કાર્યકારિણીમાંથી હટાવવાના પક્ષમાં વોટ કર્યો. તેમણે કહ્યુ કે ફક્ત આઠ લોકોએ જ વિરોધ કર્યો. જ્યારે કે બે લોકોએ લેખિતમાં વિરોધ કરાવ્યો. 54 સભ્યોએ કોઈ વિચાર પ્રગટ ન કર્યો.