શુક્રવાર, 29 માર્ચ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: નવી દિલ્હી , શનિવાર, 8 ઑક્ટોબર 2016 (11:12 IST)

આજે વાયુ સેના દિવસ - આકાશમાં જોવા મળી રહી છે ભારતીય વાયુસેનાની તાકત

. આજે વાયુસેના દિવસ છે. ભારતીય વાયુસેના 84 વર્ષની થઈ ગઈ. આ અવસર પર ગાજિયાબાદના હિંડન એયરબેસ પર વાયુસેનાની શક્તિની ઝલક જોઈ શકાય છે. વાયુસેના પરેડ સાથે સાથે લડાકૂ વિમાન, ટ્રાંસપોર્ટ વિમાન અને હેલીકોપ્ટર ફ્લાઈ પાસ્ટમાં ભાગ લેશે. સાથે જ તેજસ, સુખોઈ સહિત અનેક વિમાન આકાશમાં કરતબ કરતા દેખાય રહ્યા છે.  આ અવસર પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સહિત દેશના રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીએ શુભેચ્છા આપી. પીએમ મોદીએ વાયુસૈનિકો અને તેમના પરિવારને સેલ્યૂટ કર્યુ અને દેશની સુરક્ષા માટે આભાર માન્યો. તેમણે કહ્યુ - તમારા સાહસે દેશનુ મસ્તક ઊંચુ કર્યુ છે. 
Saluting all air warriors & their families on Air Force Day. Thank you for protecting our skies. Your courage makes India proud. pic.twitter.com/bCusPOV1nf
— Narendra Modi (@narendramodi) October 8, 2016
 
બીજી બાજુ રાષ્ટ્રપતિ મુખર્જીએ પણ ટ્વીટ કરી ઈંડિયન એયરફોર્સ દ્વારા દેશના આકાશને સુરક્ષા પ્રદાન કરવા માટે માનવીય સેવા અને વિપદા સમય રાહત કાર્યો માટે પ્રશંસા કરી. 

 
IAF has achieved distinction in defending our skies and delivering vital humanitarian aid and disaster relief #PresidentMukherjee
— President of India (@RashtrapatiBhvn) October 8, 2016