શનિવાર, 20 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Updated :નવી દિલ્હી. , શુક્રવાર, 8 જુલાઈ 2016 (17:47 IST)

કોણ છે જાકિર નાઈક - જાણો જાકિર નાઈક વિશે જાણવા જેવી હકીકત

જાકિર નાઈકનો જન્મ 1965માં મુંબઈમાં થયો. મેડિકલનો અભ્યાસ પુર્ણ કર્યા પછી જાકિરે 1991માં ઈસ્લામિક રિસર્ચ ફાઉંડેશનની સ્થાપના કરી હતી. આ સંસ્થાનો હેતુ  હતો ગૈર મુસ્લિમોને ઈસ્લામનો સાચો મતલબ સમજાવવો. 
 
1. ઈસ્લામ પર લેક્ચર આપવુ શરૂ કર્યુ - આ જ મકસદથી જાકિરે ખુદ દુનિયાભરમાં ફરીફરીને કુરાન અને ઈસ્લામ પર લેક્ચર આપવુ શરૂ કરી દીધુ. જાકિર નાયક છેલ્લા 20 વર્ષોમાં 30થી વધુ દેશોમાં 2000થી પણ વધુ સભાઓ કરી ચુક્યા છે. 
 
2. સભાઓમાં ખાસી ભીડ - જાકિરની સભાઓમાં ખૂબ ભીડ એકત્ર થાય છે. દુનિયાભરમાં તેમની ઓળખ ઈસ્લામિક ઘર્મગુરૂની છે. પણ પોતાના અનેક નિવેદનોને કારણે તેઓ વિવાદોમાં રહ્યા છે. જાકિરનો દાવો છેકે તેમણે બધા ધર્મોના પવિત્ર ગ્રંથોનો અભ્યાસ કર્યો છે.  પોતાની સભામાં તેઓ લોકોને આવુ બતાવવાથી ચૂકતા નથી. 
 
3. 10 લાખથી વધુ લોકો આવ્યા હતા - જાકિરને સાંભળનારાઓની સંખ્યા એટલી મોટી છે તેનો અંદાઅજ આ વાત પરથી લગાવી શકાય છે કે 2012માં બિહારના કિશનગંજમાં જાકિરની એક સભા થઈ.  જેમા 10 લાખથી વધુ લોકોના સમાવેશ થયાનો દાવો કરવામાં આવ્યો.  એવુ પણ કહેવામાં આવ્યુ છે કે દુનિયાભરમાં કોઈ એક ધર્મગુરૂની સભામાં આટલી ભીડ એકત્ર થઈ નથી. 
 
4 કટ્ટર વિચાર અને તીખા નિવેદન - કટ્ટર વિચાર અને તીખા નિવેદનોને કારણે જાકિરના વિરોધી પણ ઓછા નથી.  ગેરમુસ્લિમ ઉપરાંત અનેક મુસ્લિમ સમુહના લોકો પણ જાકિરના વિચારો સાથે સહમત નથી.  2010માં મુંબઈમાં જાકિર નાયકે કહ્યુ હતુ કે 'હુ બધા મુસ્લિમોને કહુ છુ કે આપણે મુસલમાનોએ આતંકી હોવુ જોઈએ. આતંકી મતલબ એવો માણસ જે ભય ફેલાવે. 
 
5. મુસલમાનો કરી હતી આતંકવાદી બનવાની અપીલ - આગળ કહ્યુ કે જ્યારે એક ડાકુ પોલીસને જુએ છે તો તે આતંકિત થાય છે.  ડાકુ માટે એક પોલીસવાળો આતંકી છે.  આ સંદર્ભમાં દરેક ડાકુ માટે એક મુસ્લિમે આતંકી હોવુ જોઈએ.  બાંગ્લાદેશ હુમલાના શંકાસ્પદ આતકી રોહન ઈમ્તિયાજે જાકિર નાયકનુ આ નિવેદન ફેસબુક પર લખી મુસ્લિમોએન આતંકવાદી બનવાની અપીલ કરી હતી. 
 
6. બ્રિટન અને કનાડામાં પ્રવેશ પર રોક - જાકિરના આવા જ વિચારો અને નિવેદનોને કારણે બ્રિટન અને કનાડા જેવા દેશોએ જાકિર નાયરના પ્રવેશ પર રોક લગાવી રાખી છે. પણ તેમ છતા ટીવીના માધ્યમથી જાકિરનુ ભાષણ દુનિયાભરના લોકો સુધી પહોંચી રહ્યુ છે.  જાકિર નાયકની ઈસ્લામિક રિસર્ચ ફાઉડેશન  પીસ ટીવી નામની ધાર્મિક ચેનલ ચલાવે છે. 
 
7. 100થી વધુ દેશોમાં પીસ ટીવીનુ પ્રસારણ - 100થી વધુ દેશોમાં આ ચેનલનુ પ્રસારણ થાય છે. દુનિયાભરમાં તેમના દર્શકોની સંખ્યા 100 કરોડની આસપાસ બતાવવામાં આવે છે. બાંગ્લાદેશમાં પણ જાકિર નાયકનુ પીસ ટીવી અને તેમના ભાષણ  ખૂબ પ્રખ્યાત છે.  પીસી ટીવીના આવા જ એક ભાષણમાં જાકિર ગુજરાત રમખાણોનો મુદ્દો ઉઠાવતા જોવા મળે છે.
 
8 ઓસામાનું સમર્થન - જાકિર પોતાના ભાષણોમાં એક બાજુ તો એ દાવો કરે છે કે ઈસ્લામ કોઈની હત્યા કરવાનુ શી ખવતો નથી. બીજી બાજુ તે અલકાયદાના સરગના ઓસામા બિન લાદેનનુ સમર્થન કરતા કહે છે કે જો ઓસામાએ ઈસ્લામના દુશ્મનો વિરુદ્ધ લડાઈ કરી તો યોગ્ય કર્યુ  જાકિર મીડિયાથી પણ નારાજ રહે છે. તેમનો આરોપ છે કે મીડિયા મુસલમાનોની છબિને ખરાબ કરે છે. 
 
9. ઉર્દૂને બદલે અંગ્રેજી, સૂટ-બૂટ પહેરે છે. -  જાકિર નાયકની વેશભૂષા અને ભાષા બીજા ઈસ્લામિક ધર્મગુરૂઓથી બિલકુલ જુદી છે. તેઓ સૂટ પહેરીને કુરાનની આયત વાંચે છે. ઉર્દૂને બદલે અંગ્રેજીમાં બોલે છે. પણ સવાલ એ છે કે શુ તેમના ભાષણ મુસ્લિમ યુવાઓને ઈસ્લામના રસ્તે ચાલવાને બદલે આતંકના રસ્તા પર ચાલવાની પ્રેરણા આપી રહ્યા છે. કેમ આતંકી તેમને પોતાના અધ્યાપક માનવા લાગ્યા છે. 
 
10. સોશિયલ મીડિયા પર કરોડો ફોલોઅર્સ - ફરાટેદાર અંગ્રેજી બોલનારા નાઈક સોશિયલ મીડિયા પર પણ એક્ટિવ છે અને દાવો કરે છે કે ફક્ત ફેસબુક પર જ તેમના 1.4 કરોડ ફોલોઅર્સ છે. જાકિરે ઓફિસમાં તેમની એક મોટી ટીમ તેમના ઈમેલ, ટ્વિટર અને ફેસબુક એકાઉંટને હૈડલ કરે છે. 
 
11. 90 ટકા બાંગ્લાદેશી જાણવાનો દાવો - જાકિરે ઢાકા હુમલા પછી દાવો કર્યો  કે લગભગ 90 ટકા બાંગ્લાદેશી મને જાણે છે.  તેમા સીનિયર નેતા બિઝનેસમેન સ્ટુડેંટ્સ અને બીજા લોકોનો સમાવેશ છે.  જાકિરે કહ્યુ કે તેમાથી લગભગ 50 ટકા મારા ફેન હોઈ શકે. 
 
 
12. પુત્ર પણ નાઈકના પદ ચિહ્નો પર - બાળપણમાં તોતડાતા જાકિર નાઈકે ઈસ્લામિક ઈંટરનેશનલ શાળા ખોલી છે. જ્યા તેમની બે પુત્રીઓ અને પુત્ર પણ અભ્યાસ કરે છે.  તેમની પત્ની ફરહત આ શાળાની મહિલા વિંગની પ્રમુખ છે.  જાકિરના એક નિકટની વ્યક્તિએ કહ્યુ કે પુત્ર પણ પિતાના પદચિહ્નો પર ચાલી રહ્યો છે અને એક ઉપદેશક બનવા તરફ અગ્રેસર છે. 
 
13. વર્કપ્લેસ પર સેક્સના સવાલ પર આપ્યો આ જવાબ  - આઈઆઈટી મુંબઈના એક વિદ્યાર્થીએ જાકિરને પૂછ્યુ હતુ કે ઈસ્લમ કામના સ્થાન પર સેક્સની મંજુરી નથી આપતુ. આ આધુનિક વિચાર છે કે પુરાતનપંથી ?  નાઈકે તેના જવાબમાં કહ્યુ હતુ કે આંકડા બતાવે છે કે અમેરિકામાં યૂનિવર્સિટી અને કામ પર જનારી 50 ટકા સ્ત્રીઓનો રેપ થાય છે. કેમ ? કારણ કે મોટાભાગના અમેરિકી વર્કપ્લેસ પર સેક્સ કરે છે.   જો તમને લાગે છે કે એક મહિલાનો રેપ થવો જોઈએ આ આધિનિકતા છે તો ઈસ્લામ પુરાતનપંથી છે અને જો તમે વિચારો છો કે નહી  તો ઈસ્લામ સૌથી વધુ આધિનિક છે.