ગુરુવાર, 25 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: શનિવાર, 27 ફેબ્રુઆરી 2016 (20:48 IST)

ગુજરાતમાં ભાજપની જીત નિશ્ચિત છે, ગુજરાત ભાજપાનો ગઢ હતો, છે અને રહેશે - અમિત શાહ

બીજીવાર ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ પદે નિયુક્તિ થયા પછી અમિત શાહ આજે પહેલીવાર ગુજરાત આવ્યા છે. અમદાવાદ એરપોર્ટ પર આવેલા અમિત શાહનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. એરપોર્ટ પર સ્વાગત પછી અમિત શાહે સંબોધન કર્યું હતું. તેમણે કાર્યકરોને સંબોધતાં જણાવ્યું હતું કે, આ એક રાજનૈતિક યાત્રા નથી, એક વિચારધારાની યાત્રા છે. સમગ્ર સમાજને સાથે લઈને સાથે લઈને ચાલવાની મોદી સરકારની વિચારધાર છે. તેમણે જણાવ્યું હતું કે, દેશનો વિકાસ કરવામાં મોદી સરકાર આગળ છે. ગુજરાત ભારતીય જનતા પાર્ટીનો ગઢ હતો, છે અને રહેશે. તેમણે આગામી ગુજરાત વિધાનસભાની ચૂંટણીને યાદ કરીને કહ્યું હતું કે, 2017 આપણા માટે પૂર્ણવિરામ ન હોઇ શકે. વધુ દ્રઢતા સાથે વિજયને વરીશું. ગુજરાતમાં ભાજપની જીત નિશ્ચિત છે.

      તેમણે જણાવ્‍યુ હતુ કે, દેશનો વિકાસ કરવામાં મોદી સરકાર આગળ છે. ગુજરાત ભારતીય જનતા પાર્ટીનો ગઢ હતો, છે અને રહેશે. તેમણે આગામી ગુજરાત વિધાનસભાની ચૂંટણીને યાદ કરીને કહ્યુ હતુ કે, 2017 આપણા માટે પૂર્ણવિરામ ન હોય શકે, વધુ દ્રઢતા સાથે વિજયને વરીશું. ગુજરાતમાં ભાજપની જીત નિશ્ચિત  છે.

   સ્‍વાગત કરવા માટે ભાજપના પ્રદેશ અધ્‍યક્ષ વિજય રૂપાણી, પૂર્વ પ્રદેશ અધ્‍યક્ષ આર.સી. ફળદુ, પુરૂસોતમ રૂપાલા સહિત મોટી સંખ્‍યામાં ભાજપના નેતાઓ ઉપસ્‍થિત રહ્યા હતા. મુખ્‍યમંત્રી આનંદીબેન પટેલ પણ અત્‍યારે અમદાવાદ એરપોર્ટ પહોંચ્‍યા હતા.

   આજે ભાજપના રાષ્‍ટ્રીય અધ્‍યક્ષ અમિત શાહ અને નવનિયુકત પ્રદેશ અધ્‍યક્ષ વિજય રૂપાણીના અભિવાદન માટેનો સમારોહ રાખવામા આવ્‍યો છે. આજે કોબા ખાતે આવેલા ભાજપ પ્રદેશ કાર્યાલય ખાતે અમિત શાહ અને વિજય રૂપાણીનું અભિવાદન કરવામાં આવશે. અમિત શાહનું એરપોર્ટ પર ભવ્‍ય સ્‍વાગત કરાયા પછી કોબા ખાતે તેમનો અભિવાદન સમારોહ યોજાયેલ અને આ પછી નવી સંરચના અંગેની બેઠક મળશે. અમિત શાહ વડોદરાની મુલાકાતે જવાના છે. રાત્રે 9.30 કલાકે વડોદરા જશે ત્‍યારે પણ તેમનું ભવ્‍ય સ્‍વાગત કરવામાં આવશે. વડોદરામાં શિવોત્‍સવનું આયોજન પણ કરવામાં આવ્‍યુ છે, જેમાં અનુરાધા પોંડવાલ હાજરી આપશે.