મંગળવાર, 23 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: શ્રીનગર. , શનિવાર, 5 સપ્ટેમ્બર 2015 (17:56 IST)

અબ તુમ્હારે હવાલે વતન સાથીયો... 10 આતંકવાદીઓને ઠાર કરી શહીદ થયા કમાંડો મોહન નાથ ગોસ્વામીને અંતિમ વિદાય

આતંકવાદીઓ સામે લડત આપનારા સેનાના સ્પેશ્યલ ફોર્સેજના કમાંડો લાંસ નાયક મોહન નાથ ગોસ્વામીને શનિવારે અંતિમ વિદાય આપવામાં આવી. તેઓ ગુરૂવારે શહીદ થયા હતા. ગોસ્વામી ઉત્તરાખંડના હલ્દ્વાની ઈન્દિરા નગર ગામના રહેનારા હતા. તેમના પરિવારમાં તેમની પત્ની અને સાત વર્ષની પુત્રી છે. 
 
પાકિસ્તાન વિરોધી નારા 
 
ગોસ્વામીએ 11 દિવસની અંદર 10 આતંકવાદીઓને ઠાર કર્યા હતા અને સજ્જાદ નામના પાકિસ્તાની આતંકીને દબોચવામાં પણ મદદ કરી હતી. નૈનીતાલના લાલકુંવામાં શનિવારે મોહન ગોસ્વામીની શબયાત્રા કાઢવામાં આવી. તેમા સેંકડો લોકો જોડાયા. તેમણે પાકિસ્તાન વિરોધી નારા પણ લગાવ્યા. 
 
આ રીતે મિશન પુર્ણ કર્યુ..   
 
- પહેલુ ઓપરેશન 23 ઓગસ્ટના રોજ હંદવાડામાં.. અહી લશ્કરના ત્રણ આતંકવાદી માર્યા ગયા. 
- બીજુ ઓપરેશન 26 અને 27 ઓગસ્ટના રોજ રફિયાબાદમાં. અહી પણ ત્રણ આતંકી માર્યા ગયા. જ્યારે કે સજ્જાદને પકડવામાં સફળતા મળી. 
- ત્રીજુ ઓપરેશન બુધવારે મોડી રાત્રે કુપવાડાના હફરુદાના જંગલોમાં. ચાર આતંકવાદી માર્યા ગયા. પણ આ તેમનુ અંતિમ મિશન સાબિત થયુ. 
- 2002માં પૈરાકમાંડોઝ યૂનિટમાં જોડાયા હતા. 
 
ઉઘમપુરમાં ડિફેંસ સ્પોક્સપર્સન કર્નલ એસડી ગોસ્વામીએ કહ્યુ, "મોહન નાથ ગોસ્વામી કશ્મીર ઘાટીમાં વીતેલા 11 દિવસમાં ત્રણ આતંક વિરોધી ઓપરેશંસમાં સક્રિય રૂપે સામેલ હતા. તેમા 10 આતંકવાદીઓને ખતમ કરવામાં આવ્યા જ્યારે કે એકને જીવતો પકડવામાં સફળતા મળી. 
 
સ્પોક્સ પર્સન મુજબ ગોસ્વામી 2002માં સેનાના પૈરાકમાંડોઝ યૂનિટમાં જવાની પહેલ કરી  હતી. થોડાક જ દિવસોમાં તેમણે પોતાની યૂનિટના સૌથી ટફ કમાંડો હોવાનુ સન્માન મેળવ્યુ. ગોસ્વામીએ પોતાની યૂનિટના બધા ઓપરેશંસમાં સામેલ થવામાં રસ બતાવ્યો.  તેઓ અનેક સફળ એંટી ટેરરિસ્ટ ઓપરેશનનો ભાગ રહ્યા. 
 
સરકારે યાદ કરી કુરબાની 
 
રક્ષા મંત્રાલય તરફથી નિવેદન રજુ કરી તેમના વખાણ રજુ કરવામાં આવ્યા છે.  લાંસ નાયક મોહન ગોસ્વામીએ જીવ આપતા પહેઅલ 11 દિવસમાં 10 આતંકવાદીઓનો ખાત્મો કરીને ઈતિહાસ રચી દીધો.