બુધવાર, 17 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: નવી દિલ્હી. , શુક્રવાર, 24 એપ્રિલ 2015 (10:29 IST)

ગજેન્દ્રના મોત પર બોલ્યા કેજરીવાલ, મારાથી ભૂલ થઈ ગઈ માફ કરો આખી રાત ઉંઘ નથી આવી

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે તેમની ખેડૂત રેલીમાં થયેલ ખેડૂત ગજેન્દ્રના મોત પર આજે પહેલીવાર સ્ટેટમેંટ આપ્યુ જેમા તેમણે પોતાની ભૂલ કબૂલતા મીડિયા પર જ વાર કર્યો. બીજી બાજુ આ મુદ્દે દિલ્હી પોલીસની ભૂલ ન માનતા તેમણે કહ્યુ કે જો પોલીસને ખબર હોત કે રેલીમાં આવુ કંઈ થવાનુ છે તો તે જરૂર રોકવાનો પ્રયાસ કરતા.  કેજરીવાલે કહ્યુ કે જો પોલીસ મારી પૂછપરછ માટે નિવેદન આપવા બોલાવશે તો હુ જરૂર જઈશ. 
 
ભાષણ આપવુ એક મોટી ભૂલ 
 
ન્યૂઝ એજંસી દ્વારા પોતાની વાત મુકતા અરવિંદ કેજરીવાલે સ્પષ્ટતા આપી અને માફી માંગી. તેમણે કહ્યુ, મારે રેલી બંધ કરી દેવી જોઈતી હતી અને આવુ ન કરવુ મારી ભૂલ હતી. મારી સામે જ આ ઘટના બની અને હુ તેને માનવા તૈયાર નથી. . એ આખી રાત હું સૂઈ નથી શક્યો.  મારા દ્વારા સતત ભાષણ ચાલુ રાખવાથી કોઈની સંવેદનાઓને દુ:ખ પહોંચ્યુ હોય તો હુ માફી માંગુ છુ. 
 
મીડિયાને કહ્યુ, ટીઆરપી વધી રહી છે આનાથી.. 
 
કેજરીવાલે ગજેન્દ્રના મામલે મીડિયામાં આવી રહેલા સમાચાર પર ઉલટા મીડિયા પર જ દોષનો ટોપલો ઢોળ્યો કે તમે લોકો ટીઆરપી માટે આવુ કરી રહ્યા છો. તેમણે કહ્યુ કે આ મુદ્દાની ચીરફાડ કરવી બંધ કરી દો. તમે લોકો આ મુદ્દા દ્વારા TRP વધારી રહ્યા છો પણ આનાથી ખેડૂતોનું ભલુ નથી થઈ રહ્યુ. પત્રકાર એક પ્રશ્નના જવાબમાં કેજરીવાલે કહ્યુ - જે દોષી છે તેને ફાંસી પર લટકાવી દો.  આ ઈશ્યુના ચીંથડા કેમ ઉડાવી રહ્યા છો ?  તમે એ નથી પૂછી રહ્યા કે ખેડૂતોની આત્મહત્યા કેવી રીતે બંધ થાય.  તેમણે કહ્યુ કે તપાસ ચાલી રહી છે થવા દો. 
 
બોલ્યા કેજરીવાલ, અમે અપીલ કરી હતી કે.. 
 
એ દિવસે ઘટનાક્રમને બતાવતા કેજરીવાલે કહ્યુ કે તે ઝાડ જેના પર ખેડૂતે આત્મહત્યા કરી સ્ટેજથી દૂર હતુ. સ્ટેજ પરથી કશુ પણ સ્પષ્ટ દેખાય નહોતુ રહ્યુ. એ સમયે સ્ટેજ પરથી કોઈ એલાન કરવું શક્ય નહોતુ.. નહી તો ભાગદોડ થઈ જતી. અમે સતત તેને ઝાડ પરથી ઉતરવાની અપીલ કરી રહ્યા હતા.  
 
તેમણે કહ્યુ જેટલા પણ પોલીસવાળા હતા તેમાથી 80 ટકાના દિલમાં દયા હશે જ.. જો જાણ હોત કે આવુ કશુ થવાનુ છે તો કોઈને કોઈ તો તેને ઉતારી જ લેતુ. 
 
ખેડૂતોની આત્મહત્યા મોટો મુદ્દો 
 
કેજરીવાલ બોલ્યા શુ આ મુદ્દા પર પાર્ટીબાજી કરવી જોઈએ ? આખો દેશ મળીને ખેડૂતોની આત્મહત્યાનુ સમાધાન કેમ નથી શોધી શકતુ.  તેમણે કહ્યુ કે મારી હાથ જોડીને વિનંતી છે કે ખેડૂતોના આત્મહત્યા પર ધ્યાન કેન્દ્રિત કરો.  હુ આ દેશના લોકોને પૂછી રહ્યો છુ કે જે બે દિવસથી ચાલી રહ્યુ છે તે શુ યોગ્ય છે.   જો યોગ્ય છે તો તેને ચાલવા દો. અમારુ હેતુ ખેડૂતોની આત્મહત્યા રોકવાનો છે. ખેડૂતોને વળતર મળવુ તેમનો હક છે.