શુક્રવાર, 19 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: શ્રીનગર. , બુધવાર, 25 નવેમ્બર 2015 (11:35 IST)

સેના કૈપ પર ફિદાયીન હુમલો, એક જવાન શહીદ

જમ્મુ-કાશ્મીરના તંગધારમાં સેવાના કૈપ પર લગભગ 7થી 8 આતંકવાદીઓએ બુધવારે સવારે હુમલો બોલ્યો. કુપવાડા જીલ્લામાં આવેલ 31 ગોરખા રાઈફલ્સના કૈપ પર અટેક થતા જ સેવા સક્રિય થઈ ગઈ અને આતંકવાદીઓ પર જવાબી કાર્યવાહી શરૂ કરવામાં આવી. આ મુઠભેડમાં એક સેનાનો જવાન શહીદ થઈ ગયો છે. સવારથી જ સેના અને આતંકવાદીઓ વચ્ચે સતત મુઠભેડ ચાલુ છે. સમાક્ચાર મુજબ ત્રણ ધમાકા પછી આતંકવાદીઓએ ફાયરિંગ શરૂ કરી દીધુ. ટીવી રિપોર્ટ્સ મુજબ એલઓસી પાસે આવેલ કૈપની કેટલીક બૈરકોમાં હુમલા પછી આગ લાગવાના સમાચાર છે. 
 
પોલીસ સૂત્રો તરફથી મળતી માહિતી મુજબ આતંકવાદીઓએ કૈપના ગેટ પર હુમલો કર્યો હતો. કૈપમાં આગ લાગ્યા પછી ફાયર બ્રિગેડને પણ બોલાવવામાં આવી છે. મોબાઈલ સેવા બંધ થવાને કારણે પુર્ણ માહિતી મળી નથી. પહાડીઓ પર વસેલ આ વિસ્તાર શિયાળા દરમિયાન સંપૂર્ણ રીતે કપાયેલો રહે છે. અહી સુહી કે સ્થાંક લોકોને પણ સેના પાસેથી મંજુરી લેવી પડે છે.  આવામાં આતંકી કેવી રીતે સેના કૈપ સુધી પહોંચી ગયા તેના પર સવાલ ઉભો થઈ રહ્યો છે. 
 
ઉલ્લેખનીય છે કે મંગળવારની રાત્રે સુરક્ષાબળોએ એક આતંકવાદી ઠેકાણોનો ઉલ્લેખ કર્યો. પોલીસે કહ્યુ કે જમ્મુ ક્ષેત્રમાં મંગળવારે રાત્રે સુરક્ષાબળોએ એક કાર્યવાહી દરમિયાન એક આતંકવાદી ઠેકાણાની શોધ કરી અને ત્યાથી અનેક હથિયાર અને ગોળા-બારૂદ જપ્ત કર્યા.  ઘટનાસ્થળ પરથી પાકિસ્તાની કરંસી પણ જપ્ત થઈ છે. 
 
એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યુ, 'રાજ્ય પોલીસની 39 રાષ્ટ્રીય રાઈફલ્સ (આરઆર) અને વિશેષ ઓપરેશન સમુહના સૈનિકોએ મંગળવારે રાતે પુંછ જીલ્લાના માંગનાર ગામમા નિકટ ડુંગી ચીડ વન ક્ષેત્રમાં એક આતંકવાદી ઠેકાણોનો ભંડાફોડ કર્યો. પોલીસે કહ્યુ, 'આતંકવાદી ઠેકાણાઓમાંથી 13 ગોળીઓ સાથે એક એકે-47 રાઈફલ, પિકા ગોળા-બારૂદ, બે આઈઈડી, એક ચીની હાથગોળા, પાકિસ્તાની સિમ કાર્ડ અને વિદેશી નોટ જપ્ત થયા છે.'