બુધવાર, 17 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: સોમવાર, 19 સપ્ટેમ્બર 2016 (12:46 IST)

દિલ્હી એયરપોર્ટ પર બોલ્યા આસારામ, 'હુ તિહાડ જેલ નહી જઉ, મને એમ્સ લઈ જાવ'

ગુરૂકુળની સગીર વિદ્યાર્થીની સાથે દુષ્કર્મના આરોપી આસારામ જોધપુર સેન્ટ્રલ જેલમાં ત્રણ વર્ષ અને 17 દિવસ પછી પહેલીવાર હવાઈ માર્ગ દ્વારા દિલ્હી પહોંચ્યા. આસારામને મોટી આશા હતી કે તેમને થોડા સમય માટે જેલથી મુક્તિ મળી જશે અને દિલ્હી સ્થિત એમ્સમાં રાખવામાં આવશે.  પણ દિલ્હી એયરપોર્ટ પર એમ્બુલેંસની જગ્યાએ આરોપીને તિહાડ જેલ લઈ જવાનુ વાહન અને પોલીસ જોઈને તેઓ ક્રોધિત થઈ ગયા અને આંખો કાઢવા લાગ્યા. તેઓ તરત બોલ્યા, હુ આરોપીના વાહનમાં નહી બેસુ. મારા માટે એમ્બુલેંસ મંગાવો. 
 
દિલ્હી એયરપોર્ટ પહોંચતા કડક સુરક્ષા વચ્ચે જોધપુર અને દિલ્હી પોલીસ તેમને બહાર લઈ આવી. પોલીસ અધિકારીઓએ જ્યારે સમજાવ્યુ કે તેમને રવિવારે સવારે એમ્સ લઈ જવામાં આવશે. ત્યા સુધી તેમને તિહાડ જેલમાં રહેવુ પડશે. ત્યારે આસારામ સુપ્રીમ કોર્ટની અનુમતિ મળવાની વાતને લઈને જીદ કરવા લાગ્યા. છેવટે પોલીસે કહ્યુ એક સુપ્રીમ કોર્ટે સ્વાસ્થ પરીક્ષણની અનુમતિ આપી દીધી છે.  એમ્સમાં રહેવાની નહી.  તેમને જેલમાં જ રહેવુ પડશે. 
 
છેવટે તેઓ જેલ વાહનમાં સવાર થયા. એડીસીપી(પૂર્વ) શ્રીમન મીણા, એસીપી(પૂર્વ) ભગવત સિંહ, મહામંદિર થાનાધિકારી ભવાની સિંહ, ઉપ નિરીક્ષક કમલદાન ચારણ અને દિલ્હી પોલીસના જવાન તેમને બહારના રસ્તેથી તિહાડ જેલ લઈ ગયા.  ત્યા પણ તેમણે વ્હીલચેયર વગર વાહનમાંથી ઉતરવાની ના પાડી દીધી. 
 
લગભગ 15-20 પછી વ્હીલ ચેયર આવી. ત્યારે તેઓ વાહનમાંથી ઉતર્યા અને વ્હીલ ચેયર પર બેસીને તિહાડ જેલની અંદર ગયા. 
 
જેલમાં તપાસ સામાન્ય, આજે બોર્ડ કરશે તપાસ 
 
તિહાડ જેલ પહોંચતા જ જેલ ચિકિત્સકોએ આસારામનુ ચેકઅપ કર્યુ. તેમનુ બ્લડ પ્રેશર, હ્રદય ગતિ અને અન્ય તપાસ સામાન્ય આવી. તેમનુ સોમવારે સવારે આઠ વાગ્યે દિલ્હીના એમ્સમાં મેડિકલ બોર્ડ દ્વારા સ્વાસ્થ્ય પરીક્ષણ થશે. જે માટે તેમને ચુસ્ત સુરક્ષા સાથે સાત વાગ્યે જેલમાંથી એમ્સ લઈ જવામાં આવશે.