શનિવાર, 20 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: સોમવાર, 11 એપ્રિલ 2016 (11:05 IST)

અસમ અને બંગાળમાં વોટિંગ ચાલુ, CPM-TMC કાર્યકતાઓ પરસ્પર બાખડ્યા

અસમ અને પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણી માટે આજે સવારે વોટિંગ શરૂ થઈ ગઈ. અસમના બીજા અને અંતિમ ચરણનું મતદાન આજે સવારે સાત વાગ્યે ચુસ્ત સુરક્ષા વચ્ચે શરૂ થઈ ગયુ. આ ચરણના મતદાનમાં રાજ્યના કુલ 126 વિધાનસભા ક્ષેત્રોમાંથી 61 ચૂંટણી ક્ષેત્રોમાં 525 ઉમેદવારોના ચૂંટણીના ભાગ્યનો નિર્ણય થવાનો છે. આ સીટો પર સત્તાધારી કોંગ્રેસ, ભાજપા-અગપ-બી.પી.એફ. ગઠબંધન અને એ..આઈ.યૂ.ડી.એફ વચ્ચે જોરદાર ટક્કર છે. 
 
મતદાતાઓની કુલ સંખ્યા 1,04,35,271 છે. બીજી બાજુ પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીના પ્રથમ ચરણના બીજા ભાગ હેઠળ 31 સીટો માટે મતદાન થઈ રહ્યુ છે. આ સીટો પર રાજ્યના વિપક્ષના અનેક નેતાઓનું ભવિષ્ય દાવ પર છે. વામ મોર્ચા અને કોંગ્રેસના ગઠબંધને તૃણમૂળ કોંગ્રેસ સામે જોરદાર પડકાર રજુ કર્યો છે. તૃણમૂળ કોંગ્રેસ સતત બીજી વાર સત્તા પર બેસવાનો પ્રયત્ન કરી રહી છે. રાજ્યના પશ્ચિમી મિદનાપુર, બાંકુડા અને વર્ઘમાન જીલ્લાની 31 સીટો માટે થઈ રહેલ આ મતદાનમાં કુલ 163 ઉમેદવાર ચૂંટણી મેદાનમાં છે. 
 
સીપીઆઈ(M) અને ટીએમસીના કાર્યકર્તાઓ વચ્ચે હાથાપાઈ 
 
પશ્ચિમ બંગાળના બર્દવાન જીલ્લાના જામૂરિયામાં સી.પી.આઈ(M)ના કાર્યકર્તાઓ અને ટી.એમ.સી.ના કાર્યકતાઓ વચ્ચે મારપીટના સમાચાર મળી રહ્યા છે. સી.પી.આઈ(M)ના કાર્યકર્તાઓએ કહ્યુ કે ટી.એમ.સીના કાર્યકર્તાઓએ આવીને તેમને લાઠીચાર્જ કરવો શરૂ કરી દીધો. આ મારામારીમાં ચાર લોકો ગંભીર રૂપે ઘાયલ થયાની સૂચના છે.