ગુરુવાર, 25 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: ભીલવાડા. , સોમવાર, 24 નવેમ્બર 2014 (12:05 IST)

હવે હુ લોકો સાથે ફોટો પાડવાનુ જ છોડી દઈશ - સ્મૃતિ ઈરાની

દેશના બાળકોનુ ભવિષ્ય બનાવવાની જવાબદારી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જે કેન્દ્રીય માનવ સંસાધન વિકાસ મંત્રી સ્મૃતિ ઈરાનીના હાથમાં સોંપી છે એ ઈરાની રવિવારે રાજસ્થાન મુલાકાત દરમિયાન ભીલવાડાના કરોઈ ગામના પં. નાથુલાલ વ્યાસના રહેઠાણ પર જઈ પહોંચી. અને પોતાનો હાથ બતાવ્યો. સ્મૃતિ સાથે તેમના પતિ જુબિન પણ હતા. એવુ કહેવાય રહ્યુ છે કે જ્યોતિષિ સાથે સ્મૃતિ લગભગ 4 કલાક રહી.  
 
સ્મૃતિએ હાથ બતાવતા જ્યોતિષીને પુછ્યુ કે મારુ રાજનીતિક કેરિયર કેવુ રહેશે. જેના જવાબમા પંડીતજીએ સ્લેટ ઉઠાવી અને ચોકથી મંત્રીજીના ભવિષ્યના આખર ઉકેલવા શરૂ કરી દીધા. તેમણે કહ્યુ કે જો હુ કશુ ન બનતી તો અહી ન આવી શકતી. અહી પહોંચતા પં વ્યાસે સ્મૃતિના માથે તિલક લગાવીને તેમને આશીર્વાદ આપ્યા અને કહ્યુ કે રાજનીતિક કેરિયરમાં તમારુ કદ ઉંચાઈઓ પર પહોંચશે.  
 
જ્યોતિષીને મળ્યા બાદ સ્મૃતિ સફાઈ આપતા કહ્યુ કે મારી કોઈ જન્મ પત્રિકા નથી. તેમણે કહ્યુ કે હુ લોકો સાથે ફોટો પાડવાનુ જ છોડી દઈશ. આ સાથે જ સ્મૃતિએ કહ્યુકે જ્યોતિષને ફક્ત મે મારો હાથ જ બતાવ્યો હતો. 
 
ઉલ્લેખનીય છે કે આ પહેલા પણ વર્ષ 2013માં પણ સ્મૃતિ કારોઈમાં પં. વ્યાસને મળી હતી. ત્યારે પં વ્યાસે સ્મૃતિના ભવિષ્યના વિશે બતાવતા કહ્યુ હતુ કે આવતા વર્ષે તમે રાજનીતિમાં મોટા પદ પર આવી શકો છો.