ગુરુવાર, 25 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Updated :નવી દિલ્હી. , શુક્રવાર, 11 નવેમ્બર 2016 (12:53 IST)

આજથી ATMમાંથી પણ નીકળશે 500-2000ના નવા નોટ, 24 સુધી બેંક કર્મચારીઓની રજાઓ રદ્દ

બ્લેક મની પર પીએમ નરેન્દ્ર મોદીની સર્જિકલ સ્ટ્રાઈક પછી 500 અને 1000ના નોત ફક્ત એક કાગળનો ટુકડો બનીને રહી ગયા છે. ગુરૂવારે દેશભરની બધી બેંકો અને પોસ્ટઓફિસમાં નવા નોટ મળવા શરૂ થઈ ગયા.  લોકો સવારથી જ બેંકો બહાર લાંબી લાઈન લગાવીને ઉભા થઈ ગયા હતા. બીજી બાજુ શુક્રવારે મતલબ આજથી એટીએમમાંથી પણ નવા નોટ નીકળવા શરૂ થઈ ગયા છે. અનેક બેંકોના એટીએમમાંથી રાત્રે 12 વાગ્યા પછી જ નવા નોટ મળવા શરૂ થઈ ગયા.  માહિતી મુજબ 18 નવેમ્બર સુધી એટીએમ મશીનમાંથી બે હજાર રૂપિયા રૂપિયા જ કાઢી શકાય છે.  આ સાથે જ એક સમસ્યા એ પણ છે કે હાલ બધા એટીએમ મશીનોના બે હજાર રૂપિયાની સીમા મુજબ સેટ નથી કરવામાં આવ્યુ. દેશભરમાં રહેલા બે લાખ એટીએમમાંથી લગભગ ચોથા ભાગના મશીનોમાંથી જૂના નોટ પણ કાઢી શકાતા નથી. 
 
ગુરૂવારે લોકોની જરૂરિયાતનુ ધ્યાન રાખત મોટાભાગના બેંક જ્યા જલ્દી ખુલ્યા ત્યા કેશ બદલવા માટે વધુ કાઉંટરોની પણ વ્યવસ્થા કરવામાં આવી.  નવા નોટ મેળવવા માટે લોકોની ભીડ સમય પહેલા જ બેંકોની બહાર એકત્ર થવા લાગી.  સુરક્ષા વ્યવસ્થાને ધ્યાનમાં રાખતા બેંકો બહાર પોલીસ બળ પણ ગોઠવવામાં આવ્યુ. આજે સવારથી લોકો ફરી બેંકો બહાર એકત્ર થવા થઈ ગયા છે. ઉલ્લેખનીય છે કે સરકાર કાળા ધન મુકનારાઓને વિરુદ્ધ સખત વલણ અપનાવી રહી છે. 
 
લોકોની સમસ્યાઓનુ સમાધાન કરવા અને તેમની કરંસી બેંક ખાતામાં જમા કરવા અને નિયમો મુજબ બદલવા માટે જ્યા આર.બી.આઈ દ્વારા શનિવાર અને રવિવારે બધા બેંક ખોલવાની જાહેરાત કરવામાં આવે છે. તો બીજી બાજુ 24 નવેમ્બર સુધી બધા બેંક અધિકારીઓ અને કર્મચારીઓને બેંકોમાં હાજર રહેવાનો આદેશ આપ્યો છે અને 24 સુધી તેમની રજાઓ રદ્દ કરવામાં આવી છે.


11 નવેમ્બરની રાત્રે 12 વાગ્યા સુધી અહી ઉપયોગ કરી શકાય છે.  500-1000ના જૂના નોટ 
 
યૂટિલિટી બિલ, ટેક્સ, પેનલ્ટી અને ફી ભરવા માટે પણ આ નોટ 11 નવેમ્બર રાત્રે 12 સુધી ઉપયોગમાં થઈ શકે છે. પહેલા સરકારે આ છૂટ રેલવે સ્ટેશનો પર ટિકિટોની બુકિંગ મેટ્રો સ્ટેશન, એયરપોર્ટ્સ, સરકારી બસ મથક, રેલવે કેટરિંગ, એલપીજી સિલેંડર ખરીદવા, પેટ્રોલ પંપ, હોસ્પિટલ અને ડોક્ટરના પ્રિસ્ક્રિપ્શન પર દવા ખરીદવા માટે આપી હતી. 
 
કેન્દ્ર સરકારે એયલાઈંસને કહ્યુ છે કે જે ટિકિટ 500-1000 રૂપિયાના જૂના નોટથી બુક કરવામાં આવી રહ્યા છે તેને ન તો કેંસલ કરવામાં આવશે કે ન તો પૈસા પરત કરવામાં આવશે.  આ દ્વારા લોકો બ્લેકમનીને વ્હાઈટ કરવાની કોશિશ કરી રહ્યા છે. બીજી બાજુ રેલવેએ પણ પૈસાની કમીને કારણે ટિકિટ કેંસલ કરાવ્યા પછી પૈસા રિફંડ કરવાની ના પાડી દીધી છે.  આ પૈસા પછી પેસેંજરના એકાઉંટમાં મોકલવામાં આવશે. 
 
મંદિરોમાં દાન કરી તમે બચી નહી શકો 
 
કેન્દ્ર સરકારે સ્પષ્ટ કરી દીધુ છે કે મંદિરોમાં કરવામાં આવેલ દાન અને કો-ઓપરેટિવ બેંકમાં કરાવવામાં આવી રહેલ એફડી પર સરકારની નજર છે.  500-1000ના નોટ પર બેન પછી મંદિરોના દાન અને કો-ઓપરેટિવ સોસાયટીમાં કરવામાં આવી રહેલ એફડીમા ખાસ્સો વધારો જોવાય રહ્યો છે. આવુ કરીને લોકો બ્લેક મનીને વ્હાઈટ કરવામાં લાગ્યા છે.