શનિવાર, 20 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: શુક્રવાર, 29 જાન્યુઆરી 2016 (11:18 IST)

અયોધ્યામાં રામ મંદિર નિર્માણનું કામ આ વર્ષે શરૂ થઈ 6 ડિસેમ્બર 2018માં પુર્ણ થઈ જશે

અયોધ્‍યા  રામચરિત માનસમાં સંશોધન કરવા પર લાંબા સમય સુધી દેશભરમાં સંતો-ધર્માચાર્યો અને હિન્‍દુ ધર્મના વિદ્વાનો વચ્‍ચે વિવાદોમાં ઘેરાયેલા ચિત્રકુટના તુલસી પીઠાધીશ્વર તથા પ્રખ્‍યાત રામ કથાકાર જગતગુરૂ રામભદ્રાચાર્યએ અયોધ્‍યામાં રામ જન્‍મભુમિ પર રામ મંદિર નિર્માણની તારીખની જાહેરાત કરી મોદી સરકાર સમક્ષ નવી મુસીબત ઉભી કરી દીધી છે.
 
   રામ જન્‍મભુમિ ન્‍યાસ અધ્‍યક્ષ મહંત નૃત્‍યગોપાલદાસની હાજરીમાં રામભદ્રાચાર્યએ મંદિર નિર્માણ કાર્ય શરૂ થવાથી લઇને તે પુરા થવાની તારીખ પર જાહેર કરી છે. તેમણે કહ્યુ છે કે, અયોધ્‍યામાં મેકશીફટ સ્‍ટ્રકચરના સ્‍વરૂપમાં રામલલ્લા માટે મંદિરનું નિર્માણ તો થઇ ચુકયુ છે હવે તેના જીર્ણોધ્‍ધારની જરૂર છે અને જે ટુંક સમયમાં શરૂ થશે.
 
   તેમણે કહ્યુ હતુ કે, હવે રામ મંદિરના જીર્ણોધ્‍ધારને કોઇ અટકાવી નહી શકે. 2016માં જ મંદિરના જીર્ણોધ્‍ધારનું કામ શરૂ થઇ જશે. તેમણે કહ્યુ હતુ કે, આ કાર્ય 6 ડિસેમ્‍બર 2018માં પુરૂ થઇ જશે. તેમણે આ મામલે પરમહંસ રામચંદ્રદાસ અને અશોક સિંઘલ સાથે પણ અગાઉ ચર્ચા કરી હતી. તેમણે કહ્યુ હતુ કે, આ બંને હિન્‍દુ નેતાઓ રામ મંદિર નિર્માણનું સ્‍વપ્‍નુ જોઇને ચાલ્‍યા ગયા હવે તેમનુ સપનુ પુરૂ કરાશે