બુધવાર, 24 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: શુક્રવાર, 16 સપ્ટેમ્બર 2016 (14:25 IST)

કેટલુય દૂધ પીવડાવશો સાંપ તો ડસવાનો જ - આઝમ ખાન

ઉત્તર પ્રદેશમાં સત્તાધારી સમાજવાદી પાર્ટીમાં આવેલ રાજનીતિક સંકટમાં અનિશ્ચિયની સ્થિતિ બનેલી છે. પાર્ટીના કદાવર નેતા અને પાર્ટી અધ્યક્ષ મુલાયમ સિંહના ભાઈ શિવપાલ યાદવના કેબિનેટ અને પ્રદેશ અધ્યક્ષ પદ પરથી રાજીનામાએ સમાજવાદી પાર્ટીમાં અંદરોઅંદર સંકટ ઉભુ કરી દીધુ છે. 
 
સ્થાનીક પત્રકાર સમીરાત્મજ મિશ્રનુ કહેવુ છે કે શિવપાલ યાદવના ઘરની બહાર તેમના સમર્થક અને 20થી વધુ ધારાસભ્ય જમા છે. બધાની નજર મુલાયમ સિંહના આગલા પગલા પર છે. 
 
મંગળવારે મુલાયમ સિંહ યાદવના હસ્તાક્ષરવાળો એક પત્ર મુખ્યમંત્રી અખિલેશ યાદવ પાસે પહોંચ્યો હતો. જેમા તેમના સ્થાન પર તેમના કાકા શિવપાલ યાદવને પ્રદેશ અધ્યક્ષ બનાવવાની વાત લખી હતી. 
 
મોડી સાંજે પલટવાર કરતા મુખ્યમંત્રી અખિલેશ યાદવે શિવપાલ યાદવ પાસેથી સિંચાઈ, લોકનિર્માણ, સહકારિતા અને રાજસ્વ વિભાગ પરત લઈ લીધા હતા.  જેના કારણે કાકા-ભત્રીજા વચ્ચે અંદરોઅંદર ટક્કર સાર્વજનિક થઈ. 
 
સમાજવાદી પાર્ટીમાં કાકા-ભત્રીજાની આ તકરારને લઈને પાર્ટીના વરિષ્ઠ નેતા આઝમ ખાને બીબીસી સંવાદદાતા વાત્સલ્ય રાય સાથે વાતચીતમાં કહ્યુ, "પરસ્પર સંબંધો કે પરિવારમાં નાની-નાની વાતો થઈ જાય છે પણ મુખ્યમંત્રી અખિલેશ યાદવે સ્પષ્ટ રૂપે કહ્યુ હતુ કે આ સરકારી ઝગડો છે પારિવારિક નથી અને જો પારિવારિક ઝગડો છે પણ તો આ બહારના લોકોનુ કાવતરુ છે. 
 
તેમનુ કહેવુ હતુ - "જો વિંછીનુ કામ ડંક મારવાનુ છે તો તે ડંક મારશે જ. ભલે તમે કેટલુ પણ સમજાવી લો. જો સાંપનુ કામ ડંખ મારવાનુ છે તો તમે કેટલુય દૂધ પીવડાવી લો તે ડંખ તો મારશે જ. આ તો તેની આદત છે. મારો ઈશારો જે બહારની તરફ છે તે તમે સમજી જ રહ્યા હશો. હુ તેમને આ કાબેલ નથી સમજતો કે હું તેમનુ નામ લઉ. તેથી નામ નથી લઈ રહ્યો. 
 
આઝમ ખાને આગળ કહ્યુ - મારા મુલાયમ સિંહના પરિવાર સાથે લોહીનો સંબંધ તો નથી જ પણ મને પણ એ પરિવારનો એક ભાગ જ સમજો. અમે લોકો જે કશુ પણ પાર્ટીની અંદર થઈ રહ્યુ છે તેને લઈને ચિંતામાં છે અને માયાવતી જે કહી રહી છે કે મુલાયમ સિંહ યાદવે તો સંન્યાસ લઈ લેવો જોઈએ તો હું એ કહીશ કે જનતાએ તો સાડા ચાર વર્ષ પહેલા તેમને જે સંન્યાસ આપ્યો છે તેના પર તેમણે વિચાર કરવો જોઈએ. 
 
માયાવતીનો ઉલ્લેખ કરતા તેમણે કહ્યુ કે માયાવતીના નિકટના લોકોએ જે રીતે તેમના પર આરોપ લગાવીને સંબંધો તોડ્યા છે તેનાથી તેમને થોડા દિવસ શરમથી વીતાવવા જોઈએ. 
 
મુખ્યમંત્રીના અધિકારમાં છે કે તેઓ કોને મંત્રી રાખે અને કોને ન રાખે અને જ્યા સુધી મુલાયમ સિંહ યાદવની વાત છે તો તેમનો આદેશ તો બધા માનશે. આ તો સવાલ જ નથી ઉઠતો કે તેઓ કશુ કહી દે અને તેના પર અમલ ન થાય. 
 
તેમણે અત્યાર સુધી કશુ નથી કહ્યુ. જે તેઓ કહેશે એ જ થશે. શુક્રવારે બધી અટકળો પર પૂર્ણ વિરામ મુકાય જશે.