બુધવાર, 24 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: નવી દિલ્હી. , સોમવાર, 30 નવેમ્બર 2015 (11:30 IST)

આઝમ ખાને સંઘ નેતાઓને સમલૈગિંક કહ્યા

વિવાદિત નિવેદનો માટે ચર્ચિત ઉપ્રના મંત્રી આઝમ ખાને હવે સંઘ નેતાઓને સમલૈંગિક બતાવી દીધા.   તેમના આ નિવેદનની સંઘ અને ભાજપા નેતાઓએ ખૂબ નિંદા કરી છે. ખાને તેમના ગૃહ નગર રામપુરમા રવિવારે સમલૈગિકોના અધિકારો વિશે સવાલ કર્યો હતો. તેના પર તેમણે કહી દીધુ કે આરએસએસવાળા એવા જ છે જેથી તેઓ આની માંગ કરી રહ્યા છે અને લગ્ન કરતા નથી. 
 
ઉલ્લેખનીય છે કે નાણાકીય મંત્રી અરુણ જેટ્ટલીના નિવેદન પર ખાન પાસે પ્રતિક્રિયા માંગી હતી. જેટલીએ સુપ્રીમ કોર્ટ દ્વારા રદ્દ ધારા 377 પર પુર્નવિચારની વાત કહી છે. સુપ્રીમ કોર્ટે આને ગેરકાયદેસર બતાવતા રદ્દ કરી દીધુ છે. ખાને કહ્યુ કે સંસદે આ વિશે વિચાર કરવો જોઈએ. 
 
વિજયવર્ગીય બોલ્યા માનસિક સંતુલન ખોઈ બેસ્યા છે ખાન 
 
ભાજપા મહાસચિવ કૈલાશ વિજયવર્ગીયએ કહ્યુ એક ખાન માનસિક સંતુલન ગુમાવી ચુક્યા છે. હવે સમય આવી ગયો છે કે જ્યારે તેમને યોગ્ય સ્થાન(માનસિક ચિકિત્સાલય) મોકલી દેવામાં આવે.