ગુરુવાર, 28 માર્ચ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: નવી દિલ્હી. , ગુરુવાર, 1 ડિસેમ્બર 2016 (11:27 IST)

પેટ્રોલ પંપ અને હવાઈ ટિકિટમાં 2 ડિસેમ્બરથી નહી ચાલે 500ના જૂના નોટ

સરકારે આજે 500ના જૂના નોટ પ્ર એક વધુ એલાન કર્યુ છે. હવે પેટ્રોલ પંપ અને હવાઈ ટિકિટમાં 2 ડિસેમ્બરથી 500ના જૂના નોટ નહી ચાલે. સરકારે આ છૂટ પહેલા 24 નવેમ્બર સુધી આપી હતી. જો કે પછી તેમણે તેને વધારીને 15 ડિસેમ્બર સુધી કરી દીધી હતી. 
 
પેટ્રોલ પંપવાળા લઈ રહ્યા છે 30-35% કમીશન 
 
નાણાકીય મંત્રાલયનુ માનવુ છે કે અનેક સ્થાનો પર પેટ્રોલ પંપવાળા કમિશનને લઈને જૂના નોટ બદલવાનુ કામ કરી રહ્યા છે. કારણ કે પેટ્રોલ પંપને ઓઈલ કંપનીને પૈસો ચેકથી આપવાનો હોય છે. આવામાં જ્યારે પેટ્રોલ પંપ પર 500ના જૂના નોટ આવે છે તો તેઓ તેને બેંકમાં જમા કરાવી દે છે અને નવા નોટોને કમીશન લઈને બદલવાનુ કામમાં લગાવી દે છે. અનેક સ્થાનો પર પેટ્રોલ પંપવાળા 30-35 ટકા કમીશન લઈ રહ્યા છે. 
 
30 ડિસેમ્બર સુધી બેંકમાં બદલાવી શકો છો 500ના નોટ 
 
ઉલ્લેખનીય છે કે સરકારે આજે 500ના જૂના નોટના ઉપયોગની છૂટ હટાવી પણ દીધી છે તો પણ તમે જૂના 500ના નોટ ડિસેમ્બર સુધી બેંકમાં જમા કરી શકો છો. એટલુ જ નહી 31 માર્ચ સુધી રિઝર્વ બેંક ઓફ ઈંડિયાની શાખાઓમાં પણ જૂના નોટ બદલાવી શકો છો.