શુક્રવાર, 29 માર્ચ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: નવી દિલ્હી , મંગળવાર, 4 ઑગસ્ટ 2015 (11:46 IST)

અમને પોલીસ આપશો તો રાત્રે સુંદર સ્ત્રીઓ બહાર ફરી શકશે - સોમનાથ ભારતીનું વિવાદિત નિવેદન

દિલ્હીના પૂર્વ કાયદા મંત્રી સોમનાથ ભારતીએ એવુ કહીને વિવાદ ઉભો કરી દીધો કે જો રાષ્ટ્રીય રાજધાનીમાં પોલીસ વ્યવસ્થા આપ સરકાર પાસે હોય તો ખૂબસૂરત મહિલાઓ અડધી રાત્રે બહાર જઈ શકે છે. 
 
ભારતીએ દિલ્હી વિધાનસભામાં તપાસ આયોગની રચના પર ચર્ચા દરમિયાન કહ્યુ, 'મને પુર્ણ વિશ્વાસ છે કે જો દિલ્હી સરકારને પૂર્ણ આઝાદી આપવામાં આવે તો ખૂબસૂરત મહિલાઓ કોઈપણ જાતના ભય વગર અડધી રાત પછી પણ બહાર જઈ શકશે.' તેમણે કહ્યુ અમે સંપૂર્ણ રીતે સુરક્ષિત દિલ્હી આપીશુ. ભારતીની ટિપ્પણી પર ભાજપા અને કોંગ્રેસ તરફથી આલોચના થઈ. 
 
દિલ્હી પ્રદેશ કોંગ્રેસની મુખ્ય પ્રવક્તા શર્મિષ્ઠા મુખર્જીએ કહ્યુ, 'આ મહિલાઓને લઈને ખૂબ જ ગંદુ અને અપમાનજનક નિવેદન છે. પણ કાયદા મંત્રી રહેતા કાયદો તોડનારા વ્યક્તિની તરફથી આવુ નિવેદન હેરાન કરનારુ નથી.  આ ખરેખર તેમનું વલણ બતાવે છે. ભાજપા નેતા વિજેન્દ્ર ગુપ્તાએ કહ્યુ કે આ આપ નેતાનુ એકદમ આપત્તિજનક નિવેદન છે.