શનિવાર, 20 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: પટના , ગુરુવાર, 26 નવેમ્બર 2015 (17:12 IST)

બિહારમાં 1લી એપ્રિલથી દારૂ પર પ્રતિબંધ મુકાશે , નીતિશ કુમારે કરી જાહેરાત

ગુજરાતની જેમ બિહારમાં પણ આગામી 1 લી એપ્રિલથી નશાબંદી. લાગૂ થઈ જશે બિહારના મુખ્યમંત્રી નીતિશકુમારે ગુરૂવારે પત્રકાર સંબોધતા કહ્યું હતું કે 2016ની 1 એપ્રિલથી દારૂબંધી શરૂ થઈ જશે. 
 
બિહારની તાજેતરમાં યોજાયેલી ચૂંટણીમાં નીતિશકુમાર રાજ્યમાં નશાબંદી કરવાનું વચન આપ્યું હતું . આજે પત્રકાર પરિષદમાં તેમણે જણાવ્યું કે નશાબંદીના ચૂંટણી વાયદાને લાગૂ કરવા માટે તેમની સરકાર કટિબદ્ધ છે. 
 
સીએમ નીતિશકુમાર જણાવ્યું હતું કે ગરીબ પરિવારના લોકો જ્યારે દારૂ પીવે છે ત્યારે તેમના બાળકોનો અભ્યાસ અને પરિવારની સ્થિતિ ખૂબ ખરાબ થઈ જાય છે. દારૂ પીવાને કારણે ઘરેલૂ હિંસા વધે છે અને સમાજમાં ગુનાખોરી વધે છે . દારૂના કારણે સૌથી વધુ ભોગવવાનું મહિલાઓને આવે છે. 
 
આ અગાઉ બિહારના એક્સાઈઝ અને પ્રોહીબીશન મિનિસ્ટર અબ્દુલ મસ્તાને કહ્યું હતું કે તેમની સરકાર બહુ ઝડપથી દારૂ પર પ્રતિબંધ મૂકી દેશે. 
 
નીતિશ કુમારના આ નિર્ણયને વિરોધ પક્ષ ભાજપના નેતા સુશીલ કુમાર મોદીએ પણ આવકાર્યો હતો.