ગુરુવાર, 18 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: નવી દિલ્હી. , ગુરુવાર, 29 જાન્યુઆરી 2015 (16:22 IST)

બીજેપી કેજરીવાલને રોજ પૂછશે પાંચ સવાલ - જાણો આજના પાંચ સવાલ

રાજધાનીમાં બીજેપીની પ્રેસ કોન્ફ્રેંસ આજે બપોરે થઈ. આ પ્રેસ કોન્ફ્રેંસ બીજેપી રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહની અધ્યક્ષતામાં થઈ. બીજેપીએ કહ્યુ કે તેઓ આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલને રોજ 5 સવાલ પૂછશે જેનાથી કેજરીવાલની અસલિયત લોકો સામે આવી શકે અને અમે કેજરીવાલ પાસેથી જવાબની પણ આશા રાખીએ છીએ.  તેમણે કહ્યુ કે કેજરીવાલ એવા માણસ છે જેમણે સત્તાની લાલચમાં અન્ના હજારે સાથે દગો કર્યો. 
 
બીજેપીએ કેજરીવાલને પૂછ્યા 5 સવાલ 
 
1. બીજેપીએ કહ્યુ કે કેજરીવાએલ સત્તામાં આવવા માટે પોતાના સિદ્ધાંતોની તિલાંજલિ કેમ આપી ?  તેમણે સૈદ્ધાંતિક સમજૂતી કેમ કરી ? તેમણે કોંગ્રેસનુ સમર્થન કેમ લીધુ. જ્યારે કે તેઓએ કહ્યુ હતુ કે તેઓ કોઈની પાસેથી સમર્થન નહી લે. 
2. કેજરીવાલે કહ્યુ હતુ કે જ્યારે તેઓ સત્તામાં આવશે તો દિલ્હીની તત્કાલીન સીએમ શીલા દીક્ષિત વિરુદ્ધ કેસ કરશે. અને તેમના વિરુદ્ધ દસ્તાવેજોને સાર્વજનિક કરશે. તો તેમણે એવુ કેમ ન કર્યુ ? 
 
3. તેમણે કહ્યુ હતુ કે તેઓ સત્તામાં આવ્યા પછી સુરક્ષા નહી લે.. પછી તેમણે z સુરક્ષા કેમ લીધી ? 
 
4. કેજરીવાલે કહ્યુ હતુ કે તેઓ ખુદ માટે પબ્લિક ટ્રાંસપોર્ટનો પ્રયોગ કરશે. પછી તેઓ અને તેમના મંત્રી SUVમાં કેમ ફર્યા ? 
 
5.કેજરીવાલનુ પ્રાઈવેટ જેટમાં યાત્રા કરવી સિદ્ધાંતના વિરુદ્ધ. તો પછી યાત્રા કેમ કરી ? ફંડ માટે બિઝનેસ ક્લાસનો પ્રયોગ કેમ કર્યો ?