બુધવાર, 24 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: નવી દિલ્હી. , શુક્રવાર, 22 મે 2015 (10:40 IST)

કેન્દ્રીય મંત્રી નકવી બોલ્યા - ગાયનું માંસ ખાનારા પાકિસ્તાન જતા રહે

મોદી સરકારમાં સંસદીય મામલાના રાજ્યમંત્રી મુખ્તાર અબ્બાસ નકવીએ ગોહત્યા પર રોક લગાવવાનું સમર્થન કર્યુ. તેમણે કહ્યુ છે કે બીફ ખાનારા અને તેનુ સમર્થન કરનારા દેશ છોડીને પાકિસ્તાન જતા રહેવુ જોઈએ. બીજેપી નેતાએ એક ચેનલ સાથેની વાતચીતમાં કહ્યુ, "આ કોઈ લાભ-હાનિ નથી, પણ આ આસ્થા અને વિશ્વાસનો મામલો છે. આ ભારતના હિન્દુ સમુહની ભાવના સાથે જોડાયેલ છે. જે ગાયનુ માંસ ખાધા વગર જીવી નથી શકતા તેમણે ભારત છોડીને પાકિસ્તાન, અરબ કે દુનિયાના કોઈ પણ દેશમાં જતા રહેવુ જોઈએ. જ્યા તેમને માટે સ્થાન જગ્યા હોય' નકવીનો એ પણ દાવો છે કે દેશના મુસ્લિમ પણ ગાયનુ માંસ ખાવાનો વિરોધ કરે છે. 
 
 
ઔવેસીએ નિશાન તાક્યુ 
 
એઆઈએમઆઈએમ ચીફ અસદ્દદ્દીન ઓબૈસીએ બીજેપી નેતાના નિવેદન પર નિશાન તાક્યુ છે. ઓવૈસીનો આરોપ છે કે કેન્દ્ર સરકાર પોતે ગોવા જમ્મુ કાશ્મીર અને કેરલ જેવા રાજ્યોમાં બીફ સપ્લાય કરે છે. ઉલ્લેખનીય છે કે આ પહેલા મહારાષ્ટ્રમાં બીફ બેનને લઈને ખૂબ હંગામો થઈ ચુક્યો છે. ત્યારે જસ્ટિસ કાટજૂ અને એક્ટર ઋષિ કપૂર દ્વારા ગોમાંસ ખાવાને લઈને આપેલ નિવેદનોની ખૂબ આલોચના થઈ.