મંગળવાર, 23 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: શનિવાર, 1 ઑગસ્ટ 2015 (17:30 IST)

ફાંસીના વિરોધમાં ઉતર્યા bjp સાંસદ વરુણ ગાંધી, બોલ્યા ભારતમાં સજા-એ-મોત ન હોવી જોઈએ..

1993 મુબઈ બ્લાસ્ટના દોષી યાકૂબ મેમનની ફાંસી પછી બીજેપી સાંસદ વરુણ ગાંધી સજા-એ-મોતના વિરોધમાં ઉતરી ગયા છે. વરુણ ગાંધીએ એક અંગ્રેજી પત્રિકામાં લખેલા લેખમાં કહ્યુ છે કે 75 ટકા મોતની સજા ગરીબ અને કમજોર લોકોને મળે છે. 
 
94 ટકા મોતની સજા દલિતોને.. 
 
વરુણે કાયદેસર આંકડાની મદદથી ફાંસીની સજા પર પ્રશ્ન ઉઠાવ્યો અને લખ્યુ કે 94 ટકા મોતની સજા દલિતો અને અલ્પસંખ્યકોને આપવામાં આવી છે . તેમના મુજબ ભારત જેવા સૌથી મોટા લોકતંત્રમાં મોતની સજા માટે કોઈ સ્થાન ન હોવુ જોઈએ. 
 
ફાંસી માનવાધિકારનો મુદ્દો 
 
ઉત્તર પ્રદેશના સુલ્તાનપુરથી બીજેપી સાંસદ વરુણનુ કહેવુ છે કે ફાંસીની સજા કાયદામાં કોઈ નુસ્ખો નથી પણ આ માનવાધિકારનો મુદ્દો છે. તેમણે લખ્યુ, સજા-એ-મોત ના અનેક વિકલ્પો છે લાંબી સજામાં ઘણા સમય સુધી પૈરોલ પર વિચાર કર્યા વગર સજા આપી શકાય છે.  અમેરિકામાં આવુ દસકોથી ચાલી રહ્યુ છે.'