શુક્રવાર, 19 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: દેહરાદૂન. , સોમવાર, 14 નવેમ્બર 2016 (11:18 IST)

ચાર કરોડની ગાડીમાં બેસીને 4 હજાર રૂપિયા બદલવા બેંક પહોંચ્યા રાહુલ - અમિત શાહ

ભાજપાના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે રવિવારે અહી વિશાળ જનસભાને સંબોધિત કરતા કોંગ્રેસ, ભ્રષ્ટાચાર અને કાળા ધન પર જોરદરા પ્રહાર કર્યા અને રાજ્યમાં પરિવર્તન યાત્રાના તૈયાર રથને ગ્રીન સિગ્નલ બતાવી રવાના કર્યો. 
 
દેહરાદૂનમાં જનસભાને સંબોધિત કરતા શાહે કહ્યુ કે છેલ્લા પાંચ વર્ષમાં રાજ્યની કોંગ્રેસ સરકારે ફક્ત જનતા સાથે છળ કર્યુ. કોંગ્રેસને આડા હાથે લેતા તેમણે પાર્ટીના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી પર વ્યંગ્ય બાણ છોડ્યા. તેમણે કહ્યુ કે થોડા દિવસ પહેલા રાહુલ ગાંધી ચાર કરોડ રૂપિયાની ગાડીમાં બેસીને ચાર હજાર રૂપિયા બદલવા પહોંચ્યા હતા. તેનાથી તેમની માનસિકતાની જાણ થાય છે.