શુક્રવાર, 19 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: અલીગઢ. , શુક્રવાર, 28 નવેમ્બર 2014 (11:59 IST)

ફરી વિવાદોમાં AMU, રાજાની જયંતી પર BJP-VCમાં ઠની

અલીગઢ મુસ્લિમ વિશ્વવિદ્યાલયના મુખ્ય દ્વાર અપર રાજા મહેન્દ્ર સિંહનો જન્મદિવસ ઉજવવા બીજેપીને એલાન કર્યા બાદ રાજનીતી ગરમાઈ રહી છે. વાત એમ છે કે બીજેપીએ એક ડિસેમ્બરના રોજ રાજા મહેન્દ્ર સિંહનો જન્મદિવસ મનાવવાનું એલાન કર્યુ છે. 
 
બીજેપીનુ કહેવુ છે કે  રાજા મહેન્દ્ર સિંહે  અલીગઢ મુસ્લિમ વિશ્વવિદ્યાલય માટે જમીન આપી હતી. એવામાં તેમનો જન્મદિવસ ત્યા  જ ઉજવવો જોઈએ. વીસી જમીર ઉદ્દીન શાહે માનવ સંસાધન વિકાસ મંત્રી સ્મૃતિ ઈરાનીને પત્ર લખીને કાયદા વ્યવસ્થાનો મુદ્દો ઉઠાવ્યો છે.  
અલીગઢના બીજેપી સાંસદ સતીષ ગૌતમે કહ્યુ છે કે તેમની પાર્ટી આ મુદ્દા પર રાજનીતિ નથી કરી રહી. તેમણે કહ્યુ છે કે રાજા મહેન્દ્દ્ર પ્રતાપ સ્વતંત્રતા સેનાની હતા અને તેઓ વિશ્વવિદ્યાલયના ગેટ પર તેમનો જન્મદિવસ ઉજવી રહ્યા છે. તેમનો આરોપ છે કે વીસી આ મુદ્દે રાજનીતિ કરી રહ્યા છે.