શુક્રવાર, 29 માર્ચ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: નવી દિલ્હી. , ગુરુવાર, 21 એપ્રિલ 2016 (11:34 IST)

અમદાવાદથી ચાલનારી બુલેટ ટ્રેન સમુદ્રમાંથી થઈને મુંબઈ પહોંચશે.. !!

બુલેટ ટ્રેનની યાત્રા હવે ગતિ સાથે રોમાંચનો પણ સબબ બનશે. રેલ મંત્રાલયના અધિકારી મુજબ અમદાવાદથી મુંબઈ વચ્ચે જનારી દેશની પરથમ બુલેટ ટ્રેન પોતાની યાત્રાનો અમુક ભાગ સમુદ્ર નીચેથી પણ નક્કી થશે. 
 
અધિકારીએ જણાવ્યુ કે 508 કિલોમીટરના આ ટ્રેકમાં 21 કિમીની યાત્રા માટે સમુદ્રની નીચે સુરંગ બનાવવામાં આવશે. વિસ્તૃત પરિયોજના રિપોર્ટ મુજબ આ રેલ કૉરીડોરના મોટાભાગના ભાગને ઊંચા ટ્રેક (એલિબેટેડ) પર બનાવવાનો પ્રસ્તાવ છે ઠાણે પછી વિરારની તરફ જનારો આ કૉરિડોર સમુદ્રની અંદર બનેલ સુરંગમાંથી પસાર થશે.  આ પરિયોજનાની કુલ અનુમાનિત રોકાણ 97,636 કરોડ રૂપિયા છે. રોકાણ લગભગ 81 ટકા જાપાનની તરફથી લોનના રૂપમાં લેવામાં આવશે. 
 
આ લોન 0.1 વાર્ષિક વ્યાજના દરથી 50 વર્ષ માટે છે. લોન ચુકવવાની પ્રક્રિયા 16માં વર્ષથી શરૂ થશે. પરિયોજનાની કુલ રોકાણમાં શક્યત રોકાણ વૃદ્ધિનો પણ સમાવેશ છે. કર્જ સમજૂતીમુજબ રેલના ડબ્બા, એંજિન અને સિગ્નલ અને વીજળી પ્રણાલી જેવા અન્ય ઉપકરણોને જાપાનથી આયાત કરાશે.